________________
પાટણનાં જિનાલયો
ડાબી બાજુની દીવાલે જમણી બાજુ છે તે પ્રમાણે જ ત્રણ ગોખ છે. પ્રથમ ગોખમાં આરસની કલાત્મક તોરણયુક્ત છત્રીમાં શ્રી નેમનાથ બિરાજે છે. ત્રીજા ગોખમાં શીતલનાથ પ્રતિષ્ઠિત થયા છે અને વચ્ચેના ગોખમાં શ્રી હેમચંદ્રાચાર્યની મૂર્તિ છે. આ મૂર્તિ નવી બનાવેલી છે.
ગોખમાંની બધી જ પ્રતિમાઓ ૨૧'ની ઊંચાઈ ધરાવે છે. આ આઠે (સામસામેના ચાર ચાર) ગોખમાં પ્રતિષ્ઠિત પ્રતિમાઓ અનુક્રમે પાર્શ્વનાથ, અજિતનાથ, સુમતિનાથ, આદેશ્વર, વિમલનાથ, નેમનાથ, શાંતિનાથ, શાંતિનાથની છે. આ પ્રતિમાઓ અગાઉ પંચાસરા પાર્શ્વનાથના જિનાલયના કંપાઉંડમાંના મહાવીરસ્વામી, ચિંતામણિ પાર્શ્વનાથ અને ભીડભંજન પાર્શ્વનાથના જિનાલયોમાં હતી. તેઓને હવે ત્યાંથી અત્રે પ્રતિષ્ઠિત કરેલ છે.
ઉલ્લેખનીય વાત એ છે કે અહીં પૂજારીજી તરીકે એક જ કુટુંબ છ પેઢીથી અહીં સેવા આપી રહ્યું છે.
હવે આ જિનાલય પાટણમાં સૌથી ઊંચામાં ઊંચું છે.
ઐતિહાસિક સંદર્ભ
જોગીવાડામાં પાર્શ્વનાથના એક જિનાલયનો ઉલ્લેખ સં ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં થયેલો છે. તે સમયે મહાવીરસ્વામીનું એક અન્ય જિનાલય તે વિસ્તારમાં વિદ્યમાન હતું.
જોગીવાડઇ જાગતા એ, પાસ અનઇ મહાવીર ત, વંછીય જન સુખ આપતા એ, સમરથ સાહસધીર ત.
Jain Education International
ત્યારબાદ સં. ૧૬૧૩માં સંઘ૨ાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પાર્શ્વનાથના જિનાલયનો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. પરંતુ શાંતિનાથનું એક જિનાલય તથા ત્રણ ઘરદેરાસરોનો ઉલ્લેખ મળે છે ઃ ૧. શાંતિનાથ (ડુંગર શેઠના ઘરે), ૨. ધર્મનાથ (દોસી ભોજાના ઘરે) અને ૩. સોમા સેઠનું ઘરદેરાસર.
મોઢમોઢપાડઇ જઈ કરું ચૈત્ય પ્રવાડિ છ પ્રતિમાસું પૂજ કરી આવ્યા જોગીવાડઇ સામલ પ્રતિમા શાંતિદેવ પ્રતિમા એકવીસ મૂરતિ અતિ રુલીઆમણી નિતુ નિતુ નામ્ સીસ ૨૧
૧૮૩
ડૂગર સેઠ તણઇ ઘર શ્રી શાંતિ જિણેસર બિ પ્રતિમા તિહાં જિન તણી સેવ સારઇ સુરનર ૨૨
દોસી ભોજા તણઇ વિર દેહરાસુર વંદુ પ્રતિમા સાતસ્સું ધર્મનાથ દેષી આણંદુ સોમાસેઠ તણઇ ઘર દેહરાસુર ભાવું છ પ્રતિમા પૂજા કરી મફલીપુર આવું
૨૦
For Personal & Private Use Only
૨૩
૨૪
www.jainelibrary.org