________________
૧૮૪
પાટણનાં જિનાલયો સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. ઉપરાંત બે ઘરદેરાસરોનો પણ ઉલ્લેખ મળે છે :
જોગીવાડઈ આવી એ, પ્રભુ પાસ જિણેસર ભાવીઓ એ. પડિમા વીસ તિહાં વંદીઇ એ, સયલ પાપ નિકંદીઇ એ /૭૪ll. સેઠિ વિદ્યાધર ઘરિ ભણી એ, ચઉત્રીસઇ પડિમા જિન તણી એ. દોસી ભોજા ઘરિ ભણવું એ, શ્રી પાસ જિણેસર હું થઉં એ I૭પી દસ પડિમા તિહાં સોહતી એ, રયણમાં એક જ મોહતી એ.
મફલીપુરિ વીમાત– એ, બારઈ પ્રતિમા ધન ધનૂ એ ||૭૬ll, સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પાર્શ્વનાથ તથા આદેશ્વરનાં જિનાલયોનો ઉલ્લેખ મળે છે :
જોગીવાડે રે, જાગત જિન ત્રેવીસમો. અઠાવન રે, પ્રતિમાસું ભવિઅણ નમો ૪. નમો ઋષભ નિણંદ બિજ, દેહરે અતિ સુંદરુ.
છત્રીસ પ્રતિમા તિહાં વંદો, નમે જાસ પુરંદરુ. સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં શામળા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર મળે છે. તે અગાઉની ચૈત્યપરિપાટીઓમાં માત્ર પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. ઉપરાંત સં. ૧૭૭૭માં આ જિનાલય ભોયરાવાળું હતું અને ભોંયરામાં શાંતિનાથ ભગવાન બિરાજમાન હતા.
યોગીવાડે યુગતનું પ્રણમું સાંમલો પાસ,
ભુંયરામાંહિ શ્રી સાંતિજી રે, નિરષતાં અધિક ઓલાસો રે. ૬ ચૈ. સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં આ વિસ્તારમાં એક જિનાલયનો ઉલ્લેખ મળે છે :
કસુંબીઈ વાડે દોય વલી, યોગી એક દીંઠ;
અનુપમ પૂંજીઈ જાંણીઇ, દેવલ દોય ગરીઠ. સં. ૧૮ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પણ યોગીવાડામાં શામળા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
શ્રી યોગીવાડેડદૂભુતકાંતિમૂર્તિ, નમામિ વૈ શ્યામલપાર્શ્વનાથમ્
શ્રી મલ્લિપાડે કિલ મલ્લિનાથે કષાયમલ્લ પ્રતિમલ્લનાથમ્ l/૨૪ો. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં જોગીવાડામાં શામળા પાર્શ્વનાથના જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં સોળ આરસપ્રતિમા અને સોળ ધાતુપ્રતિમા બિરાજમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org