________________
પાટણનાં જિનાલયો
૧૭૧
આખો રંગમંડપ લટકતી પુષ્કળ હાંડીઓથી શોભે છે. ઉપરના ભાગમાં સિંહ અને વાજિંત્ર વગાડતી નૃત્યાંગનાઓ બેઠેલી છે. રંગમંડપના ઘુમ્મટમાં ઘણાં ચિત્રો દોરેલાં છે જેમાં ચંડકૌશિકનો ઉપસર્ગ, ચંદનબાળાનું દાન, પરમ સાધનામાં લીન ઊભેલ પ્રભુજી, શૂલપાણિયક્ષનો ઉપસર્ગ વગેરે પ્રસંગોનો સમાવેશ થાય છે. જમણી બાજુની દીવાલ સમેતશિખર, ગિરનાર તથા આબુના પટ છે. ડાબી બાજુની દીવાલે ભગવાન મહાવીરસ્વામીનું સમવસરણ અને રાજા શ્રેણિકની સવારી, પાવાપુરીનું જલમંદિર, અષ્ટાપદ તીર્થ તથા શત્રુંજય તીર્થના પટ તથા પ્રસંગો છે. પટની ઉપરની દીવાલમાં ચારેબાજુ સુંદર ફ્રેમમાં મઢેલા ફોટાઓ મૂકેલા છે.
રજતજડિત, સુંદર ત્રણ ગર્ભદ્વારની નીચેના ભાગમાં ચામર વીંઝતાં ઇન્દ્ર અને ઉપરના ભાગમાં લક્ષ્મીજી સાથે હાથી અંકિત કરેલા છે તથા ભગવાનનું શિલ્પ છે. ગભારામાં ૧૯” ઊંચાઈ ધરાવતી શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. તેને ડાબે ગભારે શ્રી સંભવનાથ અને જમણે ગભારે શ્રી અજિતનાથ બિરાજે છે. ભગવાનની આગળ નીચે પગથિયાવાળું જરમનનું મઢેલું પબાસન મૂકેલું છે. અહીં ત્રણ રજત છત્રીઓ છે જેમાં આ પ્રતિમાઓ બિરાજમાન છે. આ છત્રીમાં ઉપર નાનો ઝરૂખો અને ઇન્દ્રાણીની રચના છે. અહીં કુલ ત્રણ આરસપ્રતિમા તથા કુલ બાર ધાતુપ્રતિમા છે. મૂળનાયકની પ્રતિમા પર સં. ૧૬૬૩નો લેખ છે તથા ડાબે જમણે ગભારે બિરાજમાન સંભવનાથ તથા અજિતનાથની પ્રતિમા પર સં. ૧૯૦૩નો લેખ છે.
ઐતિહાસિક સંદર્ભ અજિતનાથના આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ સં૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં મળે છે :
તમજિતમભિવંદે કેસુનામેભ્યપાડે, પ્રથમ જિનપતિ વૈ ચોખાવટ્ટીયપાડે, : ' સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં કેસુરશેઠના મહોલ્લા વચ્ચે આવેલા અજિતનાથના જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં ત્રણ આરસપ્રતિમા અને બાર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૦૮માં અને સં. ૨૦૧૮માં પણ કેશુશેઠના પાડામાં અજિતનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
મૂળનાયક અજિતનાથની પ્રતિમા પર સં૧૬૬૩નો લેખ છે. ડાબે જમણે ગભારે બિરાજમાન સંભવનાથ તથા અજિતનાથની પ્રતિમા પર સં. ૧૯૦૩નો લેખ છે. જિનાલયનો વહીવટ આ વિસ્તારમાં જ રહેતા શ્રી નરેશકુમાર મફતલાલ શાહ તથા શ્રી નવનીતભાઈ ભોગીલાલ શાહ તથા મુંબઈનિવાસી શ્રી અરવિંદભાઈ જે. શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૫૯ પૂર્વેનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org