________________
પાટણનાં જિનાલયો
ધર્મનાથની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયકની પ્રતિમા પર સં. ૧૬૭૨નો લેખ છે.
ઉપરના મજલે આવેલા નાના લાંબા ગભારામાં શ્રી શાંતિનાથની ૭' ઊંચાઈ ધરાવતી પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. ડાબે ગભારે મહાવીરસ્વામી તથા જમણે ગભારે શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. અહીં પણ કુલ નવ આરસપ્રતિમા છે અને ચોત્રીસ ધાતુપ્રતિમા છે. ગભારાની ઉપર ત્રણ ઘુમ્મટો છે.
ઐતિહાસિક સંદર્ભ
ચોષાવટીયાના પાડામાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે :
પાટક ચોષાવટી આવીઆ એ, શાંતિ જ જિનવર ભાવિ તુ. ધન ૨
દસ જિનવર પૂજીઆ એ,
।।જિ૯લ્હા
સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ ચોખાવટીઆમાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
ચોખાવટીએ શાંતિજિનવર, છેતાલીસ બિંબ અલંકર્યા.
દોઢસો જિન સુંબલીએ પાડે, રિષભજિન જગ જય વર્યા ॥૮॥
||જિ॥૮॥
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ આ વિસ્તારમાં મળે છે :
ચોષાવટી પોલે જઈ રે, ભેટા શ્રી સાંતિનાથ,
બલીયાની પોલે ભલા રે, ભેટ્યા શ્રી આદિનાથો રે.
Jain Education International
૨ ચૈત્ય
ત્યારબાદ સં. ૧૮૨૧માં ઉપા૰ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં ચોખાવટીકુલ બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે :
પાડામાં
ચોખાવટી વીશા તણું, પાડે દોય ને એક;
લખીયારવાડે ત્રિણ ભલાં, સેવો ધરીય વિવેક. સં. ૧૭
૧૬૯
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં ચોખાવટ્ટીના પાડામાં આદેશ્વર, શાંતિનાથ અને ધર્મનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ મળે છે :
તમજિતમભિવંદે કેસુનામેભ્યપાડે, પ્રથમ જિનપતિ વૈ ચોખાવટ્ટીયપાડે, સુરગણનતપાદે શાંતિનાથં જિનેંદ્ર, જિનમતકજસૂર્ય ધર્મનાથં ચ નૌમિ
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોખાવટીયાની પોળમાં આદેશ્વરના જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં એકવીસ આરસપ્રતિમા અને છાસઠ ધાતુપ્રતિમા
For Personal & Private Use Only
www.jainelibrary.org