________________
પાટણનાં જિનાલયો
૧૬૭
ધ્યાનમુદ્રામાં તીર્થંકર પરમાત્મા, મધુબિન્દુ દૃષ્ટાંતના આલેખન છે. જિનાલયના પ્રવેશદ્વારની ઉપરની દીવાલે રંગકામયુક્ત પદ્માવતીદેવીનું આલેખન થયેલું છે.
ગભારામાંના ટાઇલ્સ ધ્યાન ખેંચે છે. પીરોજા રંગની વચ્ચે ઉપસેલા ગુલાબી ગુલાબવાળા ટાઈલ્સ ખરે જ, સુંદર લાગે છે. ૧૩”ની ઊંચાઈ ધરાવતી શ્રી આદેશ્વરની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. અહીં કુલ અગિયાર આરસપ્રતિમા અને ચાર ધાતુપ્રતિમા છે. ઉપરાંત ધાતુના એક ચૌમુખજી છે. અહીં ડાબી બાજુએ પદ્માવતીદેવીની આરસમૂર્તિ છે.
ઐતિહાસિક સંદર્ભ રાજકાવાડા અંતર્ગત આવેલો આ વિસ્તાર અગાઉ બલિયાનો પાડો, સુંબલીનો પાડો, બલીયાની પોળ, બલીયારપાડો વગેરે નામોથી ઓળખાતો હતો. આ વિસ્તારના આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે :
............, પાટકિ બલિઆનઈ ભાવિ તુ. ધન ૨ જિ.I૯૧ રિસહ જિનવર પૂજી એ, ઇગ્યારનાં પ્રમાણિ તુ. ધન ૨ /જિયારા
ત્યારબાદ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલય સુંબલીનો પાડો વિસ્તારમાં દર્શાવ્યું છે. ચૈત્યપરિપાટીમાં ચોખાવટીના પાડા પછી તુરત જ આ વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે.
ચોખાવટીએ શાંતિ જિનવર, છેતાલીસ બિંબ અલંકર્યા.
દોઢસો જિન સુંબલીએ પાડે, રિષભજિન જગ જય વર્મા ૫૮ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
ચોષાવટી પોલેં જઈ રે, ભેટા શ્રી સાંતિનાથ,
બલીયાની પોલે ભલા રે, ભેટ્યા શ્રી આદિનાથો રે. ૨ ચૈત્ય સં. ૧૯૫૯માં પ૦ હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પણ આ જિનાલયનો ઉલ્લેખ મળે છે :
વૃષભવિભુમપીહ સ્વર્ણવર્ણાય દેહમ્ | સ્થિતમભિનતલોક પાટકે બલ્લિયાલે, ભવિકકમલબોધે લોકબંધું જિનેશમ્
|૨૭. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આદેશ્વરના આ જિનાલયનો ઉલ્લેખ સરતચૂકથી લખીયારવાડા વિસ્તારમાં થયો હોવો જોઈએ. તે સમયે જિનાલય શિખર વિનાનું હતું. જિનાલયમાં અગિયાર આરસપ્રતિમા અને આઠ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. આજે પણ આ જિનાલયમાં અગિયાર આરસપ્રતિમા બિરાજમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org