________________
૧૫૮
સંઘવીની પોળ
વિમલનાથ (સં. ૧૯૫૯ પૂર્વે)
સંઘવીની પોળમાં પ્રવેશતાં સામેની સીધી ગલીમાં આવેલું શ્રી વિમલનાથનું ઘુમ્મટબંધી જિનાલય નજરે પડે છે. અહીં જિનાલયમાં પ્રવેશવાના દ્વાર ૫૨ દ્વારપાળ તથા શ્રી વિમલનાથના અધિષ્ઠાયક દેવ-દેવીઓનાં દોરેલાં ચિત્રો પર દૃષ્ટિ પડે છે. નાનો ચોક પસાર કરી, પગથિયાં ચડી જિનાલયના રંગમંડપમાં પ્રવેશવાનું દ્વાર આવે છે. પ્રવેશદ્વાર પર દ્વારપાળનું ચિત્ર છે. રંગમંડપ જીર્ણ અવસ્થામાં છે.
ત્રણ ગર્ભદ્વારવાળા અહીંના ગભારામાં ૨૧' ઊંચાઈ ધરાવતી શ્રી વિમલનાથની સુંદર ધાતુપ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. પ્રતિમાને ધાતુનું સુંદર પંચતીર્થી પરિકર છે. પરિકરમાં છત્ર, આજુબાજુ કાઉસ્સગ્ગિયા, ચામરધારી દેવ, ઉપરના ભાગમાં બે નાના ભગવાનની સાથે પુષ્પમાળા સાથે દેવ તથા વાંજિત્ર સાથેના દેવ, તેમની આજુબાજુ વિશિષ્ટ શિલ્પ, છત્રની ઉપ૨ પ્રક્ષાલ કરતાં દેવો અને ઇન્દ્ર, આજુબાજુ દેવો, તેમની ઉપર બકથરની કોતરણી અતિ મોહક છે. પરિકરમાં ઉપર મધ્યે પ્રક્ષાલકુંજ નજરે ચડે છે.
મૂળનાયકની પ્રતિમાના સિંહાસનના ભાગમાં, લાંછન પાસે નીચે મુજબનો લેખ છે :
“સંવત્ ૧૫૧૮ વર્ષે જ્યેષ્ટ શુ ૬ બુધે પ્રાગ્વાટજ્ઞા સંધવી પ્રથમા ભાર્યા પાલ્હણદે સુત સં. વાચ્છા ભાર્યા લલી સુત સં૰ મુધા સં કર્મણ સં. ધર્મણકેન ભાર્યા અહિવદે સહિતેન ભ્રાતૃજ સં. વેલા જેસીંગ જયતાદિ કુટુંબકેન શ્રી વિ[લ]નાથ બિંબં કા પ્ર
""
મૂળનાયક શ્રી વિમલનાથની પ્રતિમા પર ડાબી બાજુ નીચે મુજબનો લેખ છે :
૧. સંવત્ ૧૫૧૮ વર્ષે જ્યેષ્ટ શુ ૬ બુધે શ્રી અણહિલપુર પત્તન વાસ્તવ્ય પ્રાગ્વાટ
જ્ઞાતિય
૨. સં. પ્રથમા ભાર્યા સં૰ પાલ્હણદે પુત્ર સં૰ માંડણ સં૰ વાચ્છા
૩. સં. નરબદા...... સં૰ વાચ્છા ભાર્યા લલી સુત સં૰ મુધા ૪. સં. ધર્મણેન
ભાર્યા અહિવદે
૫. શ્રેયસે શ્રી વિમલનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત ।
પાટણનાં જિનાલયો
મૂળનાયકની પ્રતિમા પરનો લેખ ડાબી બાજુથી શરૂ થઈ પાછળના ભાગમાં જાય છે અને ત્યાંથી ફરી ડાબી બાજુ શરૂ થાય છે. જ્યારે જમણી બાજુ કોઈ લખાણ નથી.
જમણે ગભારે શ્રી સુમતિનાથની ચોવીસી સાથેની ધાતુપ્રતિમા છે. આ પ્રતિમા ચોવીસીપરિકર વિના માપતાં ૧૫' ઊંચાઈ ધરાવે છે. ચોવીસી સાથે ૪૯” ઊંચી છે. આ પ્રતિમાનું પરિકર પણ મૂળનાયકના પરિકર પેઠે સુંદર છે. આ પ્રતિમા પર સં. ૧૫૨૦નો લેખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org