________________
૧૫૫
પાટણનાં જિનાલયો સ્તુતિમાં સૌ પ્રથમ વાર મળે છે :
ભજ્યાઉં વાસુપૂજ્ય જિતમદનમથો વાસુપૂજ્યાગવીધ્યાં,
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ફોસલીયાવાડામાં આ જિનાલયનો નિર્દેશ એક શિખરવાળા જિનાલય તરીકે થયેલો છે. જિનાલયમાં છ આરસપ્રતિમાં અને છ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. તે સમયે આ જિનાલયની સ્થાપનાનો સમય સં. ૧૯૩૭ દર્શાવવામાં આવ્યો છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં વાસુપૂજ્ય સ્વામીનું આ જિનાલય ફોફલીયાવાડોવાસુપૂજયની શેરીમાં ધાબાબંધી તરીકે દર્શાવ્યું છે. તે સમયે જિનાલયમાં પાંચ આરસપ્રતિમા અને સાત ધાતુપ્રતિમા ઉપરાંત એક ગુરુમૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. મૂળનાયકના લેખનો સંવત ૧૬૫૯ દર્શાવ્યો છે. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ શાહ નગીનદાસ મગનચંદ હસ્તક હતો.
| જિનાલયનો વહીવટ ફોફલિયાવાડામાં રહેતા શ્રી બાબુભાઈ દલપતચંદ શાહ તથા મુંબઈનિવાસી શ્રી બચુભાઈ પોપટલાલ શાહ, શ્રી અરવિંદભાઈ જયંતિલાલ શાહ હસ્તક છે.
ઉપલબ્ધ સ્રોતની માહિતી અનુસાર આ જિનાલય સં૧૯૩૭ના સમયનું ગણી શકાય.
સંઘવીની પોળ
સંઘવીની પોળનો વિસ્તાર અગાઉ સંઘવીનો પાડો, માલૂ સંઘવીનો પાડો, સંઘવીપોળ તથા સંઘવીનો પાડો એ નામથી ઓળખાતો હતો.
1. સં. ૧૬ ૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સંઘવીના પાડામાં ત્રણ ઘરદેરાસરો તથા એક જિનાલયનો ઉલ્લેખ મળે છે : ૧. ચંદ્રપ્રભુ (સંઘવી વસ્તાના ઘરે), ૨. ચંદ્રપ્રભુ (વોરા સંઘરાજના ઘરે), ૩. અજિતનાથ (સંઘવી લટકણના ઘરે) અને ૪. આદેશ્વરનું જિનાલય.
સંઘવીનઈ પાડઇ જઈ સંઘવી વસ્તા ઘરિ સહી તિહાં કહી ચંદપ્રભ દેહરાસર એ છ પ્રતિમા અતિ સુંદરું સેવકનાં શિવસુખ કરું સુંદરું નસ સુરનર સેવા કર એ ૪૧ વહુરા સંઘરાજ ઘરિ ભણું દેહરાસુર રલીઆમણૂં ગુણ ઘણૂં ચંદપ્રભ જિનવર તણા એ પ્રતિમા ચ્યારસુ ચંગિ જોતા ઊલટિ અંગિ એ રંગિઈ એ મનમાહિ માનવ તણા એ ૪૨ સંઘવી લટ્ટકણ ઘરિ ભણી અજિતનાથ પ્રતિમા થણી જિન તણી મૂરતિ લીઆમણી એ દેહરઇ આદિ જિણેસર બિંબ થ્યારિ અતિ સુંદર સુરવર ભગતિ કરવા ભાવિ ઘણી એ ૪૩
ત્યારબાદ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તાર માલૂસંઘવીનો પાડો તરીકે પ્રચલિત હતો. તે સમયે રાજકાવાડા અંતર્ગત આ વિસ્તાર દર્શાવવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org