________________
૧૫૧
પાટણનાં જિનાલયો
તેજપાલ સેઠિ દેહરાસરિ જી, ધર્મ જિસેસર સ્વામિ. સતર પડિમા પૂજતાં જી, સીઝઈ વંછિત કામ llણી સુ. સહસકિરણ ઘરિ નિરષીઆ જી, સુમતિ શ્રી જિનરાય. પંચવીસ પડિમાં અરજીઈ જી, પંચાયણ ઘરિ આઇ Iટી સુ.
શાંતિમૂરતિ નિરષી કરી જી, જિનવર ત્રઇસઠ જેહ. સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ભાભાના પાડામાં એક જ જિનાલય ભાભા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
ભાભો ભાભામાંહિ બિરાજે, ચારસે એક પ્રતિમા તિહાં છાજે
મહિમા જગમેં ગાજતો // જયો જયો //રો. ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કવિએ ભાભાની પોલમાં આ જિનાલયના દર્શન કર્યાની નોંધ કરી છે :
ભાભાની પોલે જઈ, ભેટ્યા ભાભો પાસ,
નામેં નવનિધ સંપજઇ, પ્રગટે લીલ વિલાસ. ૧ સં. ૧૮૨૧માં ઉપાટ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં ભાભાના પાડાને ભાનો પાડો તરીકે ઓળખાવ્યો છે. તે સમયે પણ અહીં ભાભા પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ થયેલો છે.
ભામેં પાડે ભાભો પાસજી, સંઘવીનો તિહાઇં;
જિનમંદિર દુગ શોભતાં, એક બાંભણવાડો જ્યાંહ. સં. ૧૦ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પણ ભાભાના પાડામાં ભાભા પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે :
ભાભાપાડે નમામિ ત્રિજગદધિપતિ પૂજ્યભાભાખ્યપાર્શ્વ,
શાંત શ્રી શાંતિનાથં શમસુખસહિત લીંબડી પાટકે ચ / ૨૯મી. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ભાભા પાર્શ્વનાથના જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં સાડત્રીસ આરસપ્રતિમા અને આડત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત પગલાંની સાતે જોડનો પણ ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ સારી હતી. સં ૧૯૬૩માં ભાભાના પાડામાં ચાર ઘરદેરાસરો પણ વિદ્યમાન હતાં. ૧. શાલહેરચંદ ઉજમચંદ, ૨. શાહ ડાહ્યાભાઈ ઉજમચંદ, ૩. સાંડેસરા લલ્લુભાઈ ખુશાલચંદ અને ૪. શા. નાગરચંદ દોલાચંદ.
, સં૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં ચૌદ આરસપ્રતિમા અને ચુમ્માળીસ ધાતુપ્રતિમા ઉપરાંત એક ગુરુમૂર્તિનો પણ ઉલ્લેખ થયેલો છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org