________________
પાટણનાં જિનાલયો
જિનાલયના સોપાન ચઢતાં, તેની વચલી દીવાલે સંસારની અસારતાસૂચક દૃષ્ટાંતનું ચિત્ર દર્શનાર્થીને સંસારથી વિમુખ બનાવી, ધર્માનુરાગી બનાવવામાં સહાય કરે છે. આજુબાજુ હાથી ચીતરેલા છે. પગથિયાંની બાજુની દીવાલે નાનો ગોખ છે જેમાં શ્રી શાંતિનાથનું પેઇન્ટિંગ છે. છેક ઉપરની દીવાલે ગોળ ઝરૂખો છે. ઝરૂખાના થાંભલે સુંદર પૂતળીઓનાં શિલ્પો છે. બાજુમાં હાથી, પોપટ અને શિખરની કોતરણીવાળી બારસાખ સાથેની બારીઓ છે.
જિનાલયની અંદર પ્રવેશતાં જ અરીસાનો ઝગમગાટ અને તેમાં દર્શનાર્થીઓ સાથેના જિનાલયના પડતાં પ્રતિબિંબો ધ્યાનાકર્ષક બને છે. પ્રત્યેક થાંભલા ૫૨ ઉપરથી નીચે સુધી અરીસા જડેલા છે. થાંભલાઓને સુંદર તોરણો જોડે છે અને તેમાંથી નિર્માતી અષ્ટકોણ રચના મનભાવન લાગે છે.
૧૪૩
રંગમંડપની બાજુમાં જ આવેલી ખુલ્લી જગ્યામાં કેસર સુખડ ઘસવા નિમિત્તે વપરાતી એક ઓરડી છે. આ ખુલ્લી જગ્યાની દીવાલે ભગવાનનો સ્નાત્ર મહોત્સવ તથા દીક્ષા મહોત્સવ, સુઘોષા ઘંટનાદ, છપ્પન દિક્ કુમારીઓ, મેઘરથ રાજા તરીકે ભગવાનનો પૂર્વભવ, ચંડકૌશિક વગેરે પ્રસંગચિત્રોનું આલેખન થયું છે. રંગમંડપમાં સમેતશિખર, ગિરનાર અને પાવાપુરીનો પટ તેમજ ટીપકીવાળો શત્રુંજયનો પટ પણ દર્શનીય છે.
ત્રણ દ્વારયુક્ત ગભારાના દ્વાર પરનું તથા દીવાલ પરનું બારીક જડતરકામ જોઈને “વાહ! અદ્ભુત !” એમ બોલાઈ જાય ! ક્યાંક થોડુંક જડતરકામ નીકળી ગયેલ છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૪) ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ હવે આ કામ કરી શકે તેવા કારીગરો રહ્યા નથી. પાટણના પટોળા વણનારા હજુ આંગળીને વેઢે ગણાય તેટલાય રહ્યા છે પણ દાગીના પર થતા જડતરકામ જેવા આ દીવાલના જડતરકામના તો કારીગરોય નામશેષ થઈ ચૂક્યા છે ! આ જિનાલય આવી પ્રાચીન કલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ તરીકે જોવું જ રહ્યું ! ગર્ભદ્વાર પર બે સુંદર હાથી અને સામરણયુક્ત શિખરની રચના છે.
ગભારામાં મૂળનાયક તરીકે ૨૧” ઊંચાઈ ધરાવતી, આછા ગુલાબી રંગના સ્ફટિકની શ્રી શાંતિનાથની પ્રતિમા બિરાજમાન છે. વર્ષો પૂર્વે આ પ્રતિમા પર વીજળી પડી હતી. તે સમયે પ્રતિમાના ડાબા કાનથી જમણા પગ સુધી તિરાડ પડી હતી જે આજે પણ સ્પષ્ટપણે નિહાળી શકાય છે. ગભારામાં કુલ પાંચ આરસપ્રતિમા તથા ઇઠ્યોતેર ધાતુપ્રતિમા છે. બે મોટાં યંત્રો છે જે પૈકી એક સિદ્ધચક્ર યંત્ર અને બીજું ઋષિમંડલ યંત્ર છે. એક જમાનામાં અગિયાર પ્રતિમા સાથેની અગિયાર પાંદડીયુક્ત શતદલ હશે. આજે પાંદડીઓને ગભારામાં દીવાલ પર જડી દીધી છે. આ પ્રત્યેક પાંદડીઓમાં ભગવાનની પ્રતિમા છે. આ પ્રતિમા પણ પૂજાય છે.
ઐતિહાસિક સંદર્ભ
આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે.
આ અગાઉ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં શાંતિનાથના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org