________________
પાટણનાં જિનાલયો
સિદ્ધચક્રની પોળ(બ્રાહ્મણવાડો), ખેતરવસી શાંતિનાથ (સં. ૧૮૨૧ પૂર્વે)
ખેતરવસી વિસ્તારના બ્રાહ્મણવાડામાંની સિદ્ધચક્રની પોળમાં પ્રવેશતાં ડાબી બાજુ શ્રી શાંતિનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. શૃંગારચોકીમાં પથ્થર પર સામાન્ય કોતરણી છે પણ રંગકામ સુંદર થયેલું છે.
૧૩૫
જિનાલયમાં પ્રવેશતાં જ કલાત્મક રંગમંડપ નજરે પડે છે. રંગમંડપમાં સ્થંભો કમાનોથી જોડાયેલા છે. કુલ સાત કલાત્મક તોરણો છે. દરેક સ્થંભ પર મોટી સુંદર પૂતળી છે. રંગમંડપનો ઘુમ્મટ પણ સુંદર કલાત્મક પૂતળીઓવાળો છે. પાટણનું આ જિનાલય આથી જ, સાત તોરણવાળા જિનાલય તરીકે ઓળખાય છે.
પ્રવેશતાં જ ડાબી બાજુના ગોખમાં શ્યામ આરસની ગરુડ યક્ષની અને જમણી બાજુના ગોખમાં નિર્વાણીદેવીની મૂર્તિ છે. રંગમંડપમાં જમણી ડાબી દીવાલે શત્રુંજય અને ગિરનારના ઉપસાવેલા પટ છે જેમાં સુવર્ણ રંગનો ઉપયોગ થયો હોવાથી સુંદર દીસે છે. રંગમંડપની આરસની ફરસની ડિઝાઈન સુંદર છે.
ગભારાને ત્રણ દ્વાર છે જેની કોતરણી સુંદર છે. બારસાખે દર્શનીય પ્રતિમાને સ્થાને ગણેશજી છે. તેની ઉપર નાના હાથી છે. બારસાખે હાથીનાં શિલ્પો, ચૌદ સ્વપ્નો તથા અષ્ટમંગલ છે. અને તેની ઉપર શિખર ઉપસાવેલાં છે. આના રંગકામમાં પણ સુવર્ણ રંગ વપરાયો હોવાથી તે અતિ ભવ્ય ભાસે છે.
ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથની ૧૭' ઊંચાઈવાળી પરિકર સાથેની પ્રતિમા આરસની તોરણવાળી છત્રીમાં સોહે છે. જમણે ગભારે શ્રી અભિનંદનસ્વામીની ૧૧” ઊંચાઈની અને ડાબે ગભારે શ્રી આદેશ્વરની ૧૫' ઊંચાઈની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ સાત આરસપ્રતિમા અને અગિયાર ધાતુપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ખેતલવસહી વિસ્તાર સાથે ચૈત્યપરિપાટીકાર બંભણવાડો વિસ્તારનું વર્ણન કરે છે. તે વિસ્તારમાં છ ઘરદેરાસરો ઉપરાંત મહાવીરસ્વામી તથા શાંતિનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે.
Jain Education International
ત્યારબાદ બંભણવાડા વિસ્તારનો ઉલ્લેખ સં ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કે સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પ્રાપ્ત થતો નથી. સં ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં ખેતલવસહી તથા બાંમણવાડો એમ બન્ને વિસ્તારોમાં જિનાલયો દર્શાવ્યા છે.
ત્યારબાદ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં
For Personal & Private Use Only
-
www.jainelibrary.org