________________
પાટણનાં જિનાલયો
બાર આરસપ્રતિમા અને અડતાળીસ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત સં. ૧૯૬૩માં આ વિસ્તારમાં જમચંદ મોતીચંદનું આદેશ્વરનું એક ઘરદેરાસર અલગ બતાવવામાં આવ્યું હતું. તેનો સમય સં ૧૯૨૫ દર્શાવવામાં આવ્યો હતો. નવ ધાતુપ્રતિમા હતી. અન્ય એક, નથમલજી આણંદજીના આદેશ્વરના ઘરદેરાસરમાં સાત ધાતુપ્રતિમા હતી.
૧૩૪
સં. ૧૯૬૭માં ખેતરવસીના પાડામાં શામળા પાર્શ્વનાથ, અજિતનાથ તથા આદેશ્વરનું સંયુક્ત જિનાલય દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત શાહ નથમલજી આણંદજીના આદેશ્વરના એક ઘરદેરાસરને પણ અલગ દર્શાવવામાં આવ્યું છે.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં શામળા પાર્શ્વનાથના આ જિનાલયને ભોંયરામાં દર્શાવવામાં આવ્યું છે. ત્યારે આઠ આરસપ્રતિમા તથા સાત ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયમાં ત્રણ ગુરુમૂર્તિઓનો પણ ઉલ્લેખ થયેલો છે. વહીવટ શાહ મોતીલાલ લાલચંદ હસ્તક હતો. ઉપરાંત સંયુક્ત હોવા છતાં આદેશ્વર તથા અજિતનાથના જિનાલયોનો અલગ ઉલ્લેખ થયો છે. આદેશ્વરના જિનાલયમાં નવ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. અજિતનાથના ગભારામાં ત્રણ આરસપ્રતિમા અને તેત્રીસ ધાતુપ્રતિમા હોવાનો ઉલ્લેખ થયો હતો. ઉપરાંત શેઠ નથમલજી આણંદજીના ઘરદેરાસરને તે સમયે અલગ દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સં. ૨૦૧૪માં આ ઘરદેરાસર શામળા પાર્શ્વનાથના જિનાલયમાં પધરાવી દેવામાં આવ્યું છે.
આજે મૂળનાયક શામળા પાર્શ્વનાથ ભોંયરામાં બિરાજે છે. ઉપરના માળે અજિતનાથનો ગભારો તથા શાહ નથમલજી આણંદજીએ પધરાવેલ આદેશ્વરના ઘરદેરાસરનો અલગ ગભારો છે. અગાઉ જણાવ્યા મુજબ ત્રણ ગુરુમૂર્તિઓ છે. ઉપરાંત આદેશ્વરનો એક અલગ ગભારો છે.
આજે જિનાલયનો વહીવટ ખેતરવસીમાં રહેતા શ્રી રમણિકભાઈ મોતીલાલ શાહ તથા મુંબઈનિવાસી શ્રી પ્રમોદભાઈ મણિલાલ શાહ, શ્રી વિજયકુમાર હરસુખલાલ શાહ અને શ્રી મહેન્દ્રભાઈ હીરાલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં શામળા પાર્શ્વનાથનું આ જિનાલય સં ૧૫૭૬ પૂર્વેનું છે. આજે ઉપરના માળે બિરાજમાન અજિતનાથનો સૌ પ્રથમ ઉલ્લેખ સં૰ ૧૯૫૯માં મળે છે. એટલે કે તે જિનાલય સં ૧૯૫૯ પૂર્વેનું છે. જ્યારે અજિતનાથની બાજુના ગભારામાં બિરાજમાન આદેશ્વરનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૬૩માં શેઠ નથમલજીના ઘરદેરાસર તરીકે થયેલો છે. પરંતુ આદેશ્વરનું આ ઘરદેરાસર સં ૨૦૧૪માં આ જિનાલયમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. તથા ભોંયરા પાસે આવેલા ગભારામાં બિરાજમાન આદેશ્વરનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૫૯માં મળે છે. તેથી તે સં. ૧૯૫૯ પૂર્વેનું છે.
Jain Education International
...
For Personal & Private Use Only
www.jainelibrary.org