________________
૧૨૨
પાટણનાં જિનાલયો ઉલ્લેખ થયેલ નથી. ઘરદેરાસરોની યાદીમાં અદુવસીના પાડાનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે દેવસાના વાડામાં આવેલું શાંતિનાથનું જિનાલય ધાબાબંધી દર્શાવવામાં આવ્યું હતું. જિનાલયમાં પાંચ આરસપ્રતિમા અને પંચાવન ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત પગલાંની બે જોડનો પણ નિર્દેશ થયેલો છે. આજે આ જિનાલયમાં પણ કુલ પાંચ આરસપ્રતિમા તથા બે પગલાંની જોડ છે. સં. ૧૯૬૩માં ઘરદેરાસરોની યાદીમાં અદુવસાના પાડાનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ વિસ્તારમાં શા. ડાહ્યાચંદ ભવાનચંદ, શા. પૂનમચંદ ન્યાલચંદ, શા. ભીખાચંદ મોકોમચંદ તથા શા. ન્યાલચંદ હેમચંદનું – એમ કુલ ચાર ઘરદેરાસરો વિદ્યમાન હતાં.
સં. ૨૦૧૦માં શાંતિનાથના આ જિનાલયને ઘુમ્મટબંધી દર્શાવવામાં આવ્યું છે. ત્યારે પાંચ આરસપ્રતિમા તથા છપ્પન ધાતુપ્રતિમા બિરાજમાન હતી. સ્ફટિકની બે પ્રતિમાઓ તથા ચક્રેશ્વરીદેવીની સુંદર મૂર્તિનો પણ ઉલ્લેખ થયેલો છે. વહીવટ શા, ભાઈચંદ ઉત્તમચંદ હસ્તક હતો. ઉપરાંત આ વિસ્તારમાં બે ઘરદેરાસરોનો ઉલ્લેખ મળે છે. ૧. ધર્મનાથ (કાંતિલાલ પૂનમચંદ ન્યાલચંદ પરિવારના ઘરે). તે સમયે તેનો વહીવટ રમણિકલાલ પૂનમચંદ હસ્તક હતો. મૂળનાયક પર સં. ૧૫૩૬નો લેખ દર્શાવવામાં આવ્યો હતો. આ ઘરદેરાસર તે સમયે બીજે માળે હતું. અગાઉ જણાવ્યા મુજબ આ ઘરદેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં પણ થયેલો છે. ૨. સુવિધિનાથ(પાલેજવાળા પરિવાર)નું ઘરદેરાસર ત્રીજે માળે હતું. સં. ૨૦૧૦માં તેનો વહીવટ મોતીલાલ ભવાનચંદ પાલેજવાળા હરતક હતો અને મૂળનાયક પર સં. ૧૫૭૩નો લેખ હતો. સં. ' ૧૯૬૩માં આ ઘરદેરાસરનો ઉલ્લેખ ડાહ્યાભાઈ ભવાનચંદના નામથી થયેલો છે. ઉપર્યુક્ત ઘરદેરાસર આજે શાંતિનાથના આ જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુ, રંગમંડપના એક ગોખમાં પધરાવેલ છે.
આજે આ જિનાલયનો વહીવટ મુંબઈનિવાસી શ્રી સુધીરભાઈ કાંતિલાલ શાહ, શ્રી વિનોદચંદ્ર ભગવાનદાસ શાહ તથા શ્રી મહાસુખલાલ પોપટલાલ શાહ અને શાંતિનાથની પોળમાં જ રહેતા શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ હસ્તક છે.
મૂળનાયકની પ્રતિમા સપ્ત ધાતુમય છે. તે પ્રતિમા પર હરણનું લાંછન સ્પષ્ટ દેખાય છે. પરંતુ લેખમાં નેમિનાથનો ઉલ્લેખ થયેલો છે. આ વિરોધાભાસ અંગે કોઈ સ્પષ્ટતા મળતી નથી.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૭૨૯ પૂર્વેનું છે.
ખેતરવસી
ખેતરવસી વિસ્તાર પાટણનો ઘણો પ્રાચીન વિસ્તાર છે. જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ-૨)માં ખેતલવસહીના વિસ્તાર વિશેની માહિતી મળે છે. આ પુસ્તકના પૃ. ૫ર ઉપર નીચે મુજબની નોંધ પ્રાપ્ત થાય છે :
ભિન્નમાલના શેઠ સંઘા પોરવાડના વંશજ શેઠ ખેતશી પારેખે સં. ૧૨૯૫માં પાટણમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org