________________
પાટણનાં જિનાલયો
૧૨૧
અહીં ધાતુપરિકરમાં શાસનદેવી છે પણ નીચે શાસનદેવી છે. તે આરસનાં છે. ત્યાં નીચે મુજબનો લેખ છે :
“વિ. સં. ૨૦૧૧ જેષ્ઠ સુદિ ૨ સોમવાર શ્રી શાંતિનાથ પોળ સંઘેન શ્રી શાસનદેવી કારાપિત પ્રતિષ્ઠિત તપાગચ્છન ।''
ઉપર સામરણયુક્ત શિખરમાં એક ગભારાની રચના છે. તેમાં ૨૧” ઊંચાઈ ધરાવતી શ્રી શામળા પાર્શ્વનાથની શ્યામ પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. અહીં કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રીસ ધાતુપ્રતિમા છે. અહીં કુલ પાંચ આરસનાં પગલાંની જોડ છે. તે પૈકી એક પથ્થરમાં સં. ૧૭૭૦નો લેખ ધરાવતાં શ્રી વિનયદેવસૂરિ, શ્રી વિજયકીર્તિસૂરિ, શ્રી વિનયકીર્તિસૂરિ તથા જ્ઞાનકીર્તિસૂરિનાં – એમ કુલ ચાર પગલાંની જોડ તથા અન્ય એક પથ્થરમાં સં. ૧૮૦૫નો લેખ ધરાવતા સુમતિકીર્તિસૂરિના પગલાંની એક જોડ છે.
ઐતિહાસિક સંદર્ભ
અદુવસીનો પાડો કે અદુવસીની પોળનો સૌ પ્રથમ ઉલ્લેખ સં ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. તેમણે અજૂવસાના પાડામાં વિમલનાથના એક જિનાલયનો ઉલ્લેખ કર્યો છે. વિમલનાથની પ્રતિમા પિત્તળમય હોવાનો ઉલ્લેખ પણ છે : અજૂવસા પાડામાં પ્રતિમા, સત્તોતર સુખદાઇ ।
પીતલમે શ્રીવિમલજિણેસર, વંદો મન લય લાઇ રે ભિતાપી
ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં અજુવસાની પોળમાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે :
પોલે અષઈ ગણીયા તણું રે, આદિશ્વર અરિહંત, પોલે અજુવસા તણું રે, સાંતિનાથ ભગવંત.
૫ સો
સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. જિનાલયમાં ધાતુપ્રતિમાનાં દર્શન કર્યાની નોંધ છે :
ખેતલવસહી પાસજી, પાસે દેહરાં દોય; અડુવસાનેં દેહરે, ધાતુમેં પ્રભુ જોય.
સં ૧૧
ત્યારબાદ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં અદ્રુવસીના પાડામાં આવેલા શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
Jain Education International
નૌમીહ શાંતિ ત્વદુવસ્તિપાડે, નાભેય- શાંતી ચ વસાખ્યવાડે । પંચોટીપાડે જિનમાદિદેવં, વાગોલપાડે વૃષભં જિનં ચ ||૩૪||
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં દેવસાના પાડામાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. સંભવ છે કે તે આ જિનાલય હોય. જિનાલયોની યાદીમાં અદુવસીના પાડાનો
For Personal & Private Use Only
www.jainelibrary.org