________________
૧૧૮
પાટણનાં જિનાલયો નૌમીત શાંતિ ત્વદુવસિપાડે, નાભેય- શાંતી ચ વસાગવાડે !' '
પંચોટીપાડે જિનમાદિદેવ, વાગોલપાડે વૃષભ જિન ચ ૩૪ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં વસાવાડાના શાંતિનાથના આ જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. ત્યારે સોળ આરસપ્રતિમા અને બેતાળીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત તે સમયે બે ઘરદેરાસરો વિદ્યમાન હતાં. ૧. શા. કાલીદાસ દૌલતચંદ (દસાવાડામાં), ૨. શા. વાડીલાલ વનરાવન (વસાવાડામાં)
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં વસાપાડામાં શાંતિનાથના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. સોળ આરસપ્રતિમા અને ત્રેતાળીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. એટલે કે સં ૧૯૬૩માં અને સં. ૨૦૧૦માં આરસની પ્રતિમાઓની સંખ્યામાં કોઈ ફેર પડ્યો નથી. ઉપરાંત ધાતુપ્રતિમાની સંખ્યામાં પણ નજીવો ફેરફાર માલૂમ પડે છે. સં. ૨૦૧૦માં વહીવટ શાહ મણિલાલ નાગરદાસ હસ્તક હતો. તે સમયે જિનાલયમાં સ્ફટિકની એક પ્રતિમા અને પરવાળાની એક મૂર્તિનો પણ ઉલ્લેખ થયેલો છે.
આજે જિનાલયમાં કુલ સત્તર આરસપ્રતિમા તથા છેતાળીસ ધાતુપ્રતિમા છે. તથા મુંબઈનિવાસી શ્રી વનરાજભાઈ પ્રતાપભાઈ દલાલ અને વસાવાડામાં જ રહેતા શ્રી નરેન્દ્રભાઈ જમનાદાસ શાહ, શ્રી રાજેન્દ્રભાઈ જયંતિલાલ શાહ, શ્રી રમેશચંદ્ર સોમાલાલ શાહ જિનાલયના વહીવટદાર તરીકે સેવાઓ આપી રહ્યા છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૭૨૯ પૂર્વેનું સ્પષ્ટપણે માની શકાય છે. મૂળનાયકનો લેખ સં. ૧૪૬૪નો છે. તે સંદર્ભમાં જિનાલયની વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વિશેષ સંશોધનની જરૂર છે.
વસાવાડો શાંતિનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૯૩ પૂર્વે)
પોળમાં પ્રવેશતાં, શ્રી નરેન્દ્રભાઈ જે. શાહનું ઘરદેરાસર આવેલું છે. હાલમાં (ઈ. સ. ૧૯૯૯-૨૦૦૦) જ આ ઘરનું સમારકામ થયું છે અને થોડા સમય માટે આ જ પોળના શાંતિનાથના જિનાલયમાં મૂકેલ તમામ પ્રતિમા પુનઃ અહીં ગોઠવી દેવામાં આવી છે. ઘરદેરાસર પહેલે માળ છે. સાંકડો દાદર ચઢીને ઉપર જતાં, આગલો રૂમ કેસર-સુખડ વાટવા અને અન્ય કામો માટે વપરાતો જણાયો. નીચે કોઈ રહેતું નથી. શ્રી નરેન્દ્રભાઈ દેરાસરની સામેના ભાગમાં અન્ય મકાનમાં રહે છે.
આ ઘરદેરાસરમાં મૂળનાયક શાંતિનાથ ધાતુના છે તેના પર નીચે મુજબનો લેખ છે : “સં. ૧૬૦૩ વર્ષે વૈશાખ સુદિ પ રવી રાજાધિરાજ મહારાજ શ્રી વિશ્વસેન માતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org