________________
૧૧૬
પાટણનાં જિનાલયો
પંક્તિઓમાં મળે છે :
પંચોતરી પોલે જઈ રે, પ્રથમ નમું આદિનાથ,
વસાવાડે ભેટીયા રે, સોલસમાં શાંતિનાથ. ૪ સો. ત્યારબાદ સં૧૯૫૯માં પણ પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
નૌમીત શાંતિ ત્વદુવર્સીિપાડે, નાભેય- શાંતી ચ વસાગવાડે !
પંચોટીપાડે જિનમાદિદેવ, વાગોલપાડે વૃષભે જિન ચ ||૩૪ll સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં પંચોટીનો પાડો વિસ્તારમાં આદેશ્વરના જિનાલયને એક શિખરવાળું દર્શાવ્યું છે. ત્યારે પાંચ આરસપ્રતિમા અને તેર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત પગલાંની બે જોડનો પણ ઉલ્લેખ થયેલો હતો. જિનાલયની સ્થિતિ સારી દર્શાવી છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય ઘુમ્મટબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં ચાર આરસપ્રતિમા અને ઓગણીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. જિનાલયનો વહીવટ સંઘવી પ્રેમચંદ મોહનલાલ હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ પંચોટીપાડામાં રહેતા શ્રી હર્ષદભાઈ મહાસુખલાલ શાહ તથા મુંબઈસ્થિત શ્રી પ્રવીણભાઈ પૂનમચંદ સંઘવી તથા શ્રી દીપકભાઈ કાંતીલાલ સંઘવી હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૭૨૯ પૂર્વેનું છે.
વસાવાડો શાંતિનાથ (સં. ૧૭૨૯ પૂર્વે)
વસાવાડામાં છેક અંદરની બાજુએ શ્રી શાંતિનાથનું જિનાલય છે. તેમાં હાલ જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે. જિનાલય સામરણયુક્ત બનનાર છે.
રંગમંડપમાં આવેલા ગોખમાં એકમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે. જ્યારે અન્ય ગોખમાં ગણપતિ જેવી સિંદૂરથી રંગેલી મૂર્તિ છે. એક ગોખમાં પ્રતિમા નથી પણ ધાતુનું કલાત્મક પરિકર છે. રંગમંડપમાં જમણી બાજુ એક દેવકુલિકા છે જેમાં મૂળનાયક તરીકે શ્રી આદેશ્વરની ૨૧” ઊંચાઈવાળી પ્રતિમા બિરાજે છે. પ્રતિમા શ્વેત આરસની અને પરિકર રાતા આરસનું છે. અમે
જ્યારે પ્રથમ વાર આ જિનાલયની મુલાકાત લીધેલી ત્યારે આ દેવકુલિકામાં પ્રતિમા સંખ્યા વધુ હતી, કારણ કે તેમાં નરેન્દ્રભાઈ જૈનના ઘરદેરાસરનો પરિવાર પણ હતો પણ એમના મકાનનું સમારકામ થઈ ગયું હોવાથી, એ પરિવાર એ ઘરદેરાસરમાં પાછો ગયો છે. તે દેવકુલિકામાં કુલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org