________________
પાટણનાં જિનાલયો
જિનાલયનો વહીવટ વાગોળના પાડામાં જ રહેતા શ્રી રસિકભાઈ હીરાલાલ ભોજક હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં ૧૭૭૭ પૂર્વેનું છે.
પંચોટીપાડો
આદેશ્વર (સં. ૧૭૨૯ પૂર્વે)
પંચોટીપાડામાં પ્રવેશતાં, ડાબી બાજુના છેડે શ્રી આદેશ્વરનું આરસનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે જેની રંગીન કોતરણી ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી. પ્રવેશચોકીમાં મગરમુખી સાદી કમાનો છે. થાંભલે કોતરણી અને પૂતળીઓનાં શિલ્પો છે તથા દીવાલ પર તાપસ તથા મોર છે.
રંગમંડપના રંગીન કમાનયુક્ત થાંભલા ઉપર આવી જ રીતે વાઘગાન કરતી પૂતળીઓ છે. રંગમંડપની આજુબાજુ જગ્યા નથી. ગભારો રંગમંડપના ક્ષેત્રમાં જ આવી જાય છે. રંગમંડપ શરૂ થાય તે થાંભલા પર બન્ને બાજુ દ્વારપાળ છે.
૧૧૫
ગભારો નાનો છે પણ તેને ત્રણ દ્વાર છે. તેમાંની તમામ પ્રતિમા પર ચાંદીની કલાત્મક છત્રી છે જેમાં હાથી, પૂતળીઓ, સિંહ અને મોર શોભે છે. અહીં મૂળનાયક તરીકે શ્રી આદેશ્વરની ૨૯” ઊંચાઈની પ્રતિમા છે. પ્રતિમાને શિખા છે. પરિકર નથી. ડાબે ગભારે લાંછન સ્પષ્ટ જણાતું નથી, પણ તે મૃગ જેવું લાગે છે તેથી તે શાંતિનાથ હોવા જોઈએ. જમણે ગભારે શ્રી ચંદ્રપ્રભુ છે. તેના પર લેખ છે. તેમાં “સં. ૧૬૧૯ વૈશાખ માસે શુક્લ પક્ષે ......' વંચાય છે. ગભારામાં કુલ ચાર આરસપ્રતિમા તથા કુલ વીસ ધાતુપ્રતિમા તથા એક જોડ આરસના પગલાં છે.' પગલાં પર સં. ૧૬૮૪ અને ધનવિજયગણિનું નામ વંચાય છે.
ઐતિહાસિક સંદર્ભ
આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ સં ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં થયેલો છે. તે સમયે આ વિસ્તાર પંચહટીપાડો તરીકે પ્રચલિત હતો.
પંચહટી - પંચહાટડી - પંચોટી
જ્યાં ચાર રસ્તા ભેગા થાય અને ત્યાં બજાર હોય, કરિયાણા જેવી દુકાન હોય તેને પંચહટી, પંચહાટડી કહેવાય. અર્થાત્ આ જિનાલય તે સમયે બજાર વિસ્તા૨માં હશે. .
Jain Education International
આંબાદોસીના પાડામાંહી, મુનિસુવ્રત જિન સોલ ।
પંચહટીએ એકસોને ત્રેવીસ, ઋષભજિણંદ રંગરોલ રે ।।ભી
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારનો પંચોતરી પોળ તરીકે ઉલ્લેખ થયેલો છે. આ વિસ્તારમાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની
For Personal & Private Use Only
www.jainelibrary.org