________________
૧૧૨
પાટણનાં જિનાલયો
લાકડાના પ્રવેશદ્વારમાંથી જિનાલયમાં પ્રવેશતાં જ વિશાળ, લંબચોરસ રંગમંડપ નજરે પડે છે. રંગમંડપના નકશીકામયુક્ત કાઇના ઘુમ્મટની નીચે અષ્ટકોણ આકારે આઠ ઝરૂખાયુક્ત બારીઓ છે. તેની નીચે ફરતે નેમનાથ ભગવાનની જાનને ચિત્રિત કરી છે. પૉલિશ વિનાના આ ઘુમ્મટને જો પૉલિશ કરવામાં આવે તો લાકડાના ઘુમ્મટની આ કલાકૃતિ, ઓર દીપી ઊઠે ! રંગમંડપમાં વિશાળ, પિત્તળ જડેલ એક પાટ સોહે છે. સં. ૧૮૫૫ની સાલનો ઘંટ છે.
ત્રણ ગર્ભદ્વારથી શોભતા ગભારામાં મૂળનાયક તરીકે શ્રી શાંતિનાથની ૩૯" ઊંચાઈની પરિકરયુક્ત પ્રતિમા ચાંદીની કલાત્મક છત્રીમાં બિરાજમાન છે. હાથી, મોર, કબૂતર અને સિંહનાં શિલ્પોથી છત્રી ખૂબ સુંદર લાગે છે. ગભારામાં કુલ ત્રણ આરસપ્રતિમા અને સુડતાળીસ ધાતુપ્રતિમા છે. ગભારામાં પ્રતિમાનું સ્થાન દર્શાવતી ત્રણ ખાલી જગ્યા છે. જાણવા મળ્યું છે કે આ ત્રણ પ્રતિમાઓ મુંબઈમાં પધરાવવામાં આવી છે.
ઐતિહાસિક સંદર્ભ અગાઉ જણાવ્યું તેમ આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. તે સમયે ઘીયાનો પાડો શાંતિનાથની પોળ તરીકે પ્રસિદ્ધ હતો.
ત્યારબાદ સં૧૬૪૮માં પણ લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં શાંતિનાથની પોળમાં આ જિનાલયનો ઉલ્લેખ મળે છે. સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં, સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં૨૦૦૮માં ઘીયાના પાડામાં આ જિનાલયનો ઉલ્લેખ મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં એક આરસપ્રતિમા, ઓગણપચાસ ધાતુપ્રતિમા અને પાંચ રત્નપ્રતિમાઓ બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
આજે જિનાલયનો વહીવટ મુંબઈનિવાસી શ્રી મહેન્દ્રભાઈ ગભરૂચંદ શાહ હસ્તક છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૧૩ પૂર્વેનું છે.
ઘીયાનો પાડો કંબોઈ પાર્શ્વનાથ (સં. ૧૫૭૬ પૂર્વે)
ઘીયાના પાડામાં શ્રી શાંતિનાથના જિનાલયની સામે જ શ્રી કંબોઈ પાર્શ્વનાથનું અતિ પ્રાચીન ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. પ્રવેશદ્વારે ઉપરના ભાગે સમવસરણની રચના છે.
જિનાલયનો રંગમંડપ સાદો છે. ગભારાને કાષ્ઠનાં ત્રણ વાર છે. મૂળનાયક શ્રી કંબોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org