________________
પાટણનાં જિનાલયો
સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કટકીયે આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ મળે છે :
એકસો છન્નુ રિષભજિણંદસું, પ્રતિમા કટકીયે વંદી । ધોલી૫૨વમાં ઋષભ મુનિસુવ્રત છેતાલીસ ચિર નંદી રે
।।ભ॥૧૦॥
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આદેશ્વરના આ જિનાલયની નોંધ નીચે મુજબ મળે છે :
પ્રથમ જિણંદ પ્રણમી કરી રે, ચૈત્ય જોહારું એક, કુતકીયાવાડે જઈ રે, આંણી હૃદય વિવેક.
૧
સં. ૧૮૨૧માં ઉપા જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં પણ કટકીયાવાડાનો આ વિસ્તાર કુતકીયાવાડા તરીકે પ્રસિદ્ધ હતો. કુતકીયા નામનો ગચ્છ છે. તેમાંથી કટકીયા થયું હોવું જોઈએ. તે સમયે પણ અહીં એક જિનાલય વિદ્યમાન હતું. તે જિનાલય આદેશ્વરનું જિનાલય હોવાનો પૂરો સંભવ છે.
કુતકીયો મથુરાંદાસનો, વખારનો પાડો જેહ; મેહતાને પાડે વલી, એકેક પ્રણમું તેહ.
૧૦૯
Jain Education International
સં ૧૪
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં કટકીયાપાડામાં આ જિનાલય、ી નોંધ નીચે મુજબની પંક્તિઓમાં થયેલી છે :
આદીશ્વર વૈ કટકીયપાડે, મોક્ષપ્રદ મોક્ષગતં જિનેશમ્ ॥ ૩૫ ॥
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં કટકીયાવાડામાંના આદેશ્વરનું જિનાલય શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં ચાર આરસપ્રતિમા તથા આઠ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. જિનાલય બંધાવનાર તરીકે લેમ્બાસા શેઠનો ઉલ્લેખ થયેલો છે.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવેલું છે. તે સમયે પણ ચાર આરસપ્રતિમા અને આઠ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયનો વહીવટ શેઠ ત્રિકમલાલ સવાઈચંદ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી.
આજે આ જિનાલયનો વહીવટ શ્રી ધરમચંદ અભેચંદની પેઢી હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં ૧૬૧૩ પૂર્વેનું સ્પષ્ટપણે માની શકાય છે. મૂળનાયકની પ્રતિમા ૫૨ સં. ૧૪૬૮નો લેખ છે. તે સંદર્ભમાં જિનાલયની પ્રાચીનતા નક્કી કરવા માટે વધુ પુરાવાઓ તથા સંશોધનની જરૂર છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org