________________
પાટણનાં જિનાલયો હસ્તક છે.
ઉપર જણાવેલ હકીકતોને લક્ષમાં લેતાં આ જિનાલય સં૧૭૭૭ પૂર્વેનું સ્પષ્ટપણે માની શકાય છે. મૂળનાયકના ડાબા તથા જમણા ગર્ભદ્વારા સન્મુખ બિરાજમાન પદ્મપ્રભુ તથા અજિતનાથની પ્રતિમાઓ પર સં. ૧૫૮૬નો મૂર્તિલેખ છે. મૂળનાયક આદેશ્વરની પ્રતિમા પરનો લેખ ઘસાઈ ગયો છે. મૂળનાયક આદેશ્વરની પ્રતિમા ઘણી પ્રાચીન લાગે છે. તે સંદર્ભમાં આદેશ્વરનું આ જિનાલય સં. ૧૫૭૬ પૂર્વેનું હોવાની પણ સંભાવના છે. જો કે આ અંગે વધુ પુરાવાઓની તથા વિશેષ સંશોધનની જરૂર છે.
ધાંધલની શેરી, સાલવીવાડો
સંભવનાથ (સં. ૧૭૨૯ પૂર્વે) સાલવીવાડ વિસ્તારમાં નારણજીના પાડા પાસે આવેલી ધાંધલની શેરીમાં શ્રી સંભવનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. તેનો જીર્ણોદ્ધાર તાજેતરમાં થયેલો છે.
આ જિનાલય અંત્યંત સાદું છે. ગભારાની બહાર સામસામે ગોખમાં યક્ષની મૂર્તિ છે. રંગમંડપ મધ્યમ કદનો છે.
ગર્ભદ્વાર ત્રણ છે. મૂળનાયક શ્રી સંભવનાથની ઊંચાઈ ૨૯” છે. આજુબાજુના બંને ગભારે પાર્શ્વનાથ ભગવાન છે. તેઓ ઉપર ફણા નથી. મૂળનાયકની ડાબી બાજુ પુંડરીકસ્વામી છે અને જમણી બાજુએ હાલ પ્રતિમાનું સ્થાન ખાલી છે. જિનાલયના વહીવટકર્તા શ્રી મંગળદાસભાઈના જણાવ્યા અનુસાર તે સ્થાને શ્રી મહાવીરસ્વામીની ૩૧” ઊંચાઈની પ્રતિમા હતી અને તેને વલભીપુર નજીક સોનગઢના જિનાલયમાં શ્રી પ્રદ્યુમ્નસૂરિશ્વરજી દ્વારા પધરાવવામાં આવી છે. ગભારામાં આઠ આરસપ્રતિમાં અને બાર ધાતુપ્રતિમા છે. પગલાંની સાત જોડ છે. ગભારામાં જમણી બાજુની દીવાલે ચોવીસ તીર્થંકરનો આરસનો પટ છે અને ડાબી બાજુની દીવાલે ૨૦ વિહરમાનનો આરસનો પટ છે. અહીં પ્રતિમાઓ પર કે જિનાલયમાં કોઈ લેખ નથી. - જિનાલયની બાજુમાં ઘુમ્મટબંધી દેરીમાં આદેશ્વર ભગવાનનાં પગલાં છે.
ઐતિહાસિક સંદર્ભ આ વિસ્તાર સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ધાંધલવાડા તરીકે પ્રચલિત હતો. તે સમયે અહીં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં તથા સં૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ધાંધુલિપાડો નામના વિસ્તારમાં સુવિધિનાથનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. આજે વિદ્યમાન સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૭૨૯માં રચાયેલી પંડિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org