________________
૯૬
પાટણનાં જિનાલયો
લેખમાં વચ્ચેની જોડ પર સં. ૧૭૨૭ અને ગુણરત્નસૂરિ, ડાબી જોડ પર સં. ૧૭૭૩ લિમારત્ન તથા જમણી જોડ પર સં. ૧૮૪૪ વંચાય છે. જમણી તરફની પાદુકા પર નામ વંચાતું નથી. ઉપરાંત અહીં એક દેવમૂર્તિ પણ આરસની છે.
ગભારામાંની પ્રતિમાઓમાં મંગલા પાર્શ્વનાથ તથા કલ્યાણ પાર્શ્વનાથની પ્રતિમા વીર સં. ૨૪૮૯માં બોડેલીથી અહીં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગભારાની ફરતે પ્રદક્ષિણા કરી શકાય તેવી જગ્યા છે.
ઐતિહાસિક સંદર્ભ સાલવીવાડામાં આવેલ નારણજીનો પાડો વિસ્તાર પૂર્વે નારાયણની પોળ, નારાયણ વાડો નામે પ્રચલિત હતો. આ વિસ્તારમાં આદેશ્વરના જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. ત્યારબાદ સં૧૯૫૯, સં. ૧૯૬૩ અને સં. ૨૦૧૦માં પણ આદેશ્વરના આ જિનાલયોનો ઉલ્લેખ નારણજીનો પાડો વિસ્તારમાં થયેલો માલૂમ પડે છે. એટલે કે આ જિનાલય સં. ૧૭૭૭ પૂર્વેનું સ્પષ્ટપણે માની શકાય છે.
સં. ૧૫૭૬માં સાલવીવાડામાં દિનાકરવાડો અને ત્યારબાદ સં. ૧૬૧૩, સં. ૧૯૪૮ તથા સં. ૧૭૨૯માં દણાયગવાડો નામના વિસ્તારનો ઉલ્લેખ મળે છે જેમાં આદેશ્વરનું જિનાલય વિદ્યમાન હતું. સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં (સં. ૧૫૭૬) દિનાકરવાડામાં આદેશ્વરનું જિનાલય, સંઘરાજ રચિત પાટણ ચૈત્યપરિપાટીમાં (સં. ૧૬ ૧૩) , લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં (સં. ૧૬૪૮), પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં (સં. ૧૭૨૯) દણાયગવાડી વિસ્તારમાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ આવે છે.
ત્યારબાદ સં. ૧૭૭૭થી અદ્યાપિપર્યત આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ સાલવીવાડમાં આવેલ નારણજીના પાડામાં મળે છે.
તા. ૨૦-૯-૧૯૬૦ના રોજ પાટણનાં સ્થળનામો વિશે શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવેએ આપેલા સંભાષણમાં સાલવીવાડા વિસ્તારની વિગતવાર માહિતી અગાઉ આ ગ્રંથમાં આપવામાં આવી છે. તેમાં દટાયગવાડા વિશે નીચે મુજબની નોંધ મળે છે :
........... આવા મહોલ્લાઓમાં આજે ફક્ત ચાર પોળો તરશેરીયું, કલારવાડો, નારાયણજીનો પાડો, અને ગોલવાડ વિદ્યમાન છે. જયારે ચૈત્યપરિપાટીઓમાં જણાવ્યા મુજબ કુરીવાજો, વૈયાવાડો, દણાયગવાડો, ધંધુલીપાડો, સત્રાગવાડો, પુન્નાંગવાડો વ. મહોલ્લાઓ નાશ પામતાં તેના અવશેષરૂપ ખુલ્લાં મેદાનો આવેલ છે.'
સંભવ છે કે દાયગવાડામાં વિદ્યમાન આદેશ્વરનું જિનાલય નારણજીના પાડામાં ખસેડવામાં આવ્યું હોય અથવા દસાગવાડાનું નામ કાળક્રમે નારણજીનો પાડો થયું હોય. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
આજે આ જિનાલયનો વહીવટ મુંબઈસ્થિત શ્રી દીપકભાઈ ઈશ્વરલાલ સાલવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org