SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો દોસી દેવદત્ત ઘરિ છ0 | ચંદ્રપ્રભ જિનસ્વામિ ! સતતાલીસ જિનવર | પૂજતાં શિવ ઠામ | સોની રામા ઘરિ છઠ | પાસ નિણંદ જુહારઉં | અઢારઇ જિનવર પૂજી | ભવભય વાર LI૬૬ll બિંબ રયણમાં વંદુ | તિહાં જઈ એક જ સાર | બઈ પટ્ટ અનોપમ | દીઠઇ સવિ સુખકાર | સં. ૧૭૨૯માં પં. હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સાલિવાડા અંતર્ગત ત્રિીસેરીયામાં બે જિનાલયોનો ઉલ્લેખ છે. નેમનાથ-મલ્લિનાથ-આદેશ્વર-નવપલ્લવપાર્શ્વનાથનું સંયુક્ત દેરાસર તથા શાંતિનાથનું બીજું દેરાસર, કલારવાડામાં શાંતિનાથ ભગવાનનું બાવન જિનાલય તથા પિત્તળમય બિંબવાળું મૂળનાયક વિમલનાથનું જિનાલય, દણાયવાડામાં આદેશ્વર, ધંધોલીમાં સંભવનાથ, ગોલવાડમાં મહાવીરસ્વામી તથા સપ્તફણા પાર્શ્વનાથનાં જિનાલયોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : સાલિવાડે ત્રીસેરીયામાંહી, નેમિ મલ્લિ ઋષભ નમું ત્યાંહી ! નવપલ્લવ નમું છાંહી, જિણેસર તાહરા ગુણ ગાઉં //. જિમ મનવંછિત સુખ પાઉં | | જિ. ૧૫ સાઠ ઉપર સત તિમ ચાર | બીજે દેહરે શ્રી શાંતિ જુહાર | બિંબ ઓગણસાઠ ઉદાર જિરા/ કલારવાડે દેહરાં દોય, શાંતિ બિંબ એકાવન હોય ! બાવન જિનાલય જોય || જિ ૩ll પીતલમય બિંબ સોહાવે, વિમલનાથ ભવિક મન ભાવે ! ચઉ ઉત્તર ચતુરા જિનગુણ ગાવે | જિ. ૪ll તિણ એકસો ચોપન જિનરાયા, ઋષભદેવના પ્રણમું પાયા ! દણાયવાડે શિવસુખદાયા | | જિ. પા ધંધોલીએ સંભવજિન સાચો, વંદિ ત્રેપન જિન મનમાંહિ માચો | તૂહી જિન જગમાંહિ સાચો ૬ll ગોલવાડે શ્રીમહાવીર, સોવન વાન જાસ શરીર | સાત પ્રતિમા ગુણ ગંભીર | જિ. શા દોય શત દસ પ્રતિમા પાસ, શ્રીશતફણો જિન પાસ! પૂરે મન કેરી આશ _| જિ. ૮. સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સાલવીવાડામાં પાંચ જિનાલયોનો ઉલ્લેખ છે. કવિ ગોલવાડમાં પાર્શ્વનાથ, ધાંધુલની પોળમાં સંભવનાથ, નારાયણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy