________________
૮૦
રાજનગરનાં જિનાલયો છે. સંભવ છે કે સં. ૧૯૬૬માં આ દેરાસરનો જીર્ણોદ્ધાર તેમણે કરાવ્યો હશે. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે.
વાસુપૂજ્ય (સં. ૧૬૬૨ પહેલાં અથવા સં. ૧૮૨૧ પહેલાં) આજે આ દેરાસર ઘુમ્મટબંધી અને ભોંયરાવાળું છે. જો કે “જૈન તીર્થ સર્વસંગ્રહ”માં તેનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકેનો છે. ભોંયરામાં મૂળનાયક શ્રી સુમતિનાથજી છે. વાસુપૂજ્યજીનું બિંબ પરિકર સાથેનું છે. મૂળનાયક પર સં૧૬૫૯નો ઉલ્લેખ છે.
સં. ૧૬૬રમાં પાંજરાપોળમાં ખેતસી શાહનું દેહ-એ નામના ઉલ્લેખ સાથે એક દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. વાસુપૂજ્યજીના આ દેરાસરના મૂળનાયક પર સં. ૧૬૫૯નો લેખ હોવાથી આ દેરાસર તે સમયનું હોવાનું પણ સંભવ છે. સં. ૧૬૬ર ઉપરાંત, સં૧૮૨૧માં પણ પાંજરાપોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ છે. તે સંદર્ભમાં આ દેરાસરનો સમય સં. ૧૬૬૨ પહેલાં અથવા તો સં. ૧૮૨૧ પહેલાનો નક્કી કરી શકાય. ઉપરાંત સં. ૧૯૧૨માં પાંજરાપોળમાં ચાર દેરાસરોમાંનું એક દેરાસર વાસુપૂજ્યનું હતું તેવો સ્પષ્ટ ઉલ્લેખ આવે છે. શેઠ હઠીસિંહ કેસરીસિંહના ધર્મપત્ની રૂકમણી શેઠાણીએ શ્રી રવિસાગર મહારાજના ઉપદેશથી પાંજરાપોળમાં વાસુપૂજ્યની પ્રતિષ્ઠા કરાવી તે મુજબનો ઉલ્લેખ ““શ્રી સુખસાગરગુરુગીતામાં આચાર્યશ્રી બુદ્ધિસાગરજીએ કરેલ છે.
શાશ્વતા જિનાલય
(સં. ૧૯૧૨ પહેલાં) શાશ્વતા જિનાલયનું દેરાસર પાંજરાપોળમાં આવેલી શાશ્વતાજીની ખડકીમાં આવેલું છે. આ દેરાસર ઘુમ્મટબંધી છે.
શાશ્વતાજિનની કલ્પનામાં ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારીષેણને ગણવામાં આવે છે. આ દેરાસરમાં આ ચારેય ભગવાન બિરાજમાન છે. અને તેથી આ દેરાસર શાશ્વતા જિનના દેરાસર તરીકે ઓળખાય છે. આ પ્રકારનું દેરાસર અમદાવાદમાં બીજે ક્યાંય નથી. પાલીતાણામાં આ પ્રકારનું દેરાસર આવેલું છે.
“જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસર શેઠ હઠીસિંહ કેસરીસિંહે બંધાવ્યું હોય કે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય તે મુજબની નોંધ છે. દેરાસરમાં મૂળનાયકની પ્રતિમા પર સં૧૬૮૨નો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org