________________
રાજનગરનાં જિનાલયો
૭૯
“પોલ પાંજરે ચ્યાર પ્રસાદ ભેટી શાંતિ મેટો વિખવાદ વાસુપૂજ્ય શીતલ જિનસાર પ્રભુ જીનરાજ કરો ભવપાર // મુડેવાની ખડક એક તિહાં દેહરાં દોય વિવેક મુડેવાં પારસપામિ ધરમનાથ નમું સિર નામિ ”
શીતલનાથ
(સં. ૧૬૬૨ પહેલાં) પાંજરાપોળમાં આવેલું શીતલનાથજીનું ઘુમ્મટબંધી દેરાસર સં. ૧૯૬૨માં હોવાનો સંભવ છે. આ દેરાસર શાંતિનાથજીના દેરાસરની બાજુમાં જ છે.
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં આ દેરાસર શેઠ હઠીસિંહ કેસરીસિંહે બંધાવ્યાનો ઉલ્લેખ છે. જો કે દેરાસર બંધાયાની સંવતનો ઉલ્લેખ સં૧૮૭૫ લગભગ દર્શાવવામાં આવ્યો છે. મૂળનાયક પરના લેખનો સં. ૧૭૬૧ છે. તેથી આ દેરાસરનો સમય સં. ૧૬૬૨ પહેલાનો ગણવો કે સં. ૧૭૬૧ પછીનો ગણવો તે નક્કી થઈ શકતું નથી. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
સ્થાનિક કથા પ્રમાણે આ દેરાસર આશરે ૪00 વર્ષ જૂનું મનાય છે. આ દેરાસરનો વહીવટ શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ દ્વારા થાય છે.
શાંતિનાથ-આદિનાથ
(સં. ૧૬૬૨ પહેલાં) આ દેરાસર ઘુમ્મટબંધી અને ભોંયરાવાળું છે. દેરાસરના ભોંયરામાં આદિનાથજી છે. સં. ૧૬૬રમાં આદિનાથજીના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. ભોંયરામાં આદેશ્વરજીની પ્રતિમા આશરે પાંચ ફૂટ ઊંચી છે. ઉપરના શાંતિનાથજીના દેરાસરનો સમય સ્પષ્ટ થાય તેવી વિગતો પ્રાપ્ત થતી નથી.
સ્થાનિક કથા પ્રમાણે તથા હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટે આપેલી માહિતી પ્રમાણે આ દેરાસરની સ્થાપના સં૧૬૪૯માં થઈ હતી.
સં. ૨૦૦૯માં પ્રકટ થયેલા “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં દેરાસર બંધાવનારનું નામ શેઠ મગનલાલ હઠીસિંહની વિધવા “મુક્તા”નો ઉલ્લેખ થયેલો છે અને સં૧૯૬૬નો ઉલ્લેખ થયેલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org