________________
૭૬
રાજનગરનાં જિનાલયો એ સમયે આ વિસ્તારમાં ટેકરો હશે. કારણ કે એ વિસ્તારમાં “બુનો ટેકરી' નામે પ્રચલિત સ્થળનો ઉલ્લેખ ઇતિહાસના ગ્રંથોમાં મળે છે. ઉપરાંત, આજની દાદાસાહેબની પોળથી
સ્વામિનારાયણ મંદિર તરફ જતાં આગળ ટીંબાપોળ નામનો વિસ્તાર પ્રચલિત છે. અગાઉ આ વિસ્તાર આજની દાદાસાહેબની પોળના વિસ્તાર સુધી એ નામથી જાણીતો હોવો જોઈએ. કારણકે ‘બુનો ટેકરો' એ આજની પાંજરાપોળના સામેના ભાગમાં અસ્તિત્વ ધરાવતો હતો. સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓ આવે છે.
“નિસાલ પોળે ત્રિણ વલી શેખ પાડે યાર ઢીગલાં પોતે શાંત્યજી, દેહરું એક ઉદાર // પાંજરાપોળમાં પેસતાં દેહરાં દીઠાં તિન
તિલકસાની પોલમાં દેવલ એક પ્રવીન !” ઉપરની પંક્તિઓમાં નિશાપોળનાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ કરીને શેખના પાડાનાં ચાર દેરાસરોનો ઉલ્લેખ કરે છે અને ત્યારબાદ તરતજ ઢીગલા પોળમાં શાંતિનાથના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ પાંજરાપોળનાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. અને તે પછી તિલકસાની પોળના નામનો ઉલ્લેખ થયેલો છે, જેમાં એક દેરાસર દર્શાવવામાં આવ્યું છે. અને ત્યારબાદ દેવસાના પાડાની પોળનાં ચાર દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે ઢીગલા પોળનું સ્થાન આજની દાદાસાહેબની પોળની આસપાસનું દર્શાવવામાં આવેલું છે. ઉપરાંત, તિલકસાની પોળનું સ્થાન પણ આજની પાંજરાપોળ અને દેવસાના પાડાની વચ્ચે દર્શાવવામાં આવેલ છે. આ તિલકસાની પોળમાં શાંતિનાથજીનું દેરાસર હતું. તેવો ઉલ્લેખ સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં પ્રાપ્ત થાય છે. તેમાં પણ શેખના પાડાનાં ચાર દેરાસરોનો ઉલ્લેખ કર્યા પછી તિલકસાની પોળનાં શાંતિનાથના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તથા ત્યારબાદ પાંજરાપોળના દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે.
“પાડે શેખને ચાર વિહાર વાસુપૂજ્ય શિતલ જય જયકાર શાંતિનાથને અજિત જિણંદ મુખ જોતાં કર્મ નિકંદ તિલકસાની પોલ સુથાન શાંતિ જિન તિલક સમાન //
પોલ પાંજરે ચ્યાર પ્રસાદ. સં. ૧૯૬૩માં પ્રગટ થયેલ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં દાદા સાહેબની પોળના નામનો ઉલ્લેખ મળે છે. તે સમયે દાદા સાહેબની પોળનો આ વિસ્તાર રતનપોળમાં સમાવિષ્ટ થતો હતો. તે સમયે આ પોળમાં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. શાંતિનાથજીનું દેરાસર ઘુમ્મટબંધ દર્શાવ્યું છે તેમાં બંધાવનારનું નામ-“ખરતરગચ્છવાળા' એમ દર્શાવવામાં આવ્યું હતું. આ દેરાસર જીર્ણ અવસ્થાનું દર્શાવવામાં આવ્યું છે. અને સાથે પગલાંની એક જોડ દર્શાવવામાં આવેલ છે. તદ્ઉપરાંત, આ ડિરેકટરીમાં આદેશ્વરજીનું શિખર વિનાનું એવું બીજું દેરાસર પણ આ પોળમાં દર્શાવવામાં આવેલું છે. તે પણ ખરતરગચ્છવાળાએ બંધાવ્યું હોવાનો
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org