________________
૭૫
રાજનગરનાં જિનાલયો
ધર્મનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિના પરિકર સહિત ૨૧ ઇંચની છે. ઉપરના માળે બિરાજમાન અભિનંદન સ્વામીની પ્રતિમાજી ૨૧ ઇંચ ઊંચાઈની છે.
દાદાસાહેબની પોળ
શાંતિનાથ (સં. ૧૬૬૨ પહેલાં) દાદાસાહેબની પોળમાં આવેલું શાંતિનાથજીનું દેરાસર શિખરબંધી છે. આ દેરાસરનો છેલ્લો જીર્ણોદ્ધાર સં. ૨૦૩૫ દરમ્યાન થયો હતો. અને તે સમયે પુન:પ્રતિષ્ઠા પરમપૂજ્ય આચાર્ય કલ્યાણસાગરસૂરિજી તથા પરમપૂજ્ય આચાર્ય કૈલાસ સાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં થઈ હતી.
દેરાસરના રંગમંડપના ઘુમ્મટમાં વરઘોડાનું દશ્ય ખૂબ જ કલાત્મક છે. મૂળનાયક શાંતિનાથજીની પદ્માસનસ્થ પ્રતિમાની ઊંચાઈ ૨૭ ઇંચ છે. આ દેરાસરમાં શ્રી નાકોડા ભૈરવ, શ્રી ક્ષેત્રપાલ, શ્રી પદ્માવતી, શ્રી અંબિકાની પ્રતિમાજીઓ વિદ્યમાન છે. ઉપરાંત, દેરાસરમાં ગુરુમંદિર પણ છે. ખરતરગચ્છના આચાર્ય પરમપૂજ્ય શ્રી જિનદત્તસૂરિ મહારાજ સાહેબ તથા શ્રી જિનકુશલસૂરિ મહારાજ સાહેબની પાદુકા તથા મૂર્તિ વિદ્યમાન છે. - દર સોમવારે દેરાસરની દાદાવાડીમાં બિરાજમાન પગલાંનાં દર્શન કરવા માટે ઘણી મોટી સંખ્યામાં શ્રાવકો ઊમટી પડે છે. અહીં ત્રણ ડેરીમાં પગલાં છે. તથા આરસમાં અંકિત કરેલ ચોવીસ જિન માતાજીનો પટ છે અને પ્રાચીન પરિકરવાળા ૨૦ પ્રતિમાજીઓ છે.
આ દેરાસરનો વહીવટ શ્રી અમદાવાદ ખરતરગચ્છ ટ્રસ્ટ દ્વારા થાય છે. આ ટ્રસ્ટ દ્વારા નવરંગપુરામાં આવેલાં દાદાસાહેબનાં પગલાંના વિસ્તારમાંના દેરાસરનો પણ વહીવટ થાય છે. ઉપરાંત, ઝવેરીવાડમાં સંભવનાથની ખડકી પાસે રસ્તા ઉપર ખરતરગચ્છનો ઘણો પ્રાચીન ઉપાશ્રય પણ વિદ્યમાન છે.
ખરતરગચ્છના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ દેરાસર ૪૦૦ વર્ષ જૂનું છે. જો કે દાદાસાહેબની પોળ એ નામકરણને બહુ સમય થયો નથી, જેથી આ દેરાસરનો ઉલ્લેખ અન્ય કોઈ નામોલ્લેખવાળા વિસ્તાર સાથે અગાઉ થયો હોવાનો વિશેષ સંભવ છે. સં. ૧૯૬૨માં રચાયેલી લલિતસાગરમહારાજની ચૈત્યપરિપાટીમાં દેવસાના પાડાનાં દેરાસરોના ઉલ્લેખ પછી પાંજરાપોળનાં દેરાસરોનો ઉલ્લેખ આવે છે. અને ત્યારબાદ પાટક ટીંબલઈ નામના વિસ્તારના ઉલ્લેખ સાથે મૂળનાયક શાંતિનાથજીના દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
“એક બિંબ વિદ્રુમમઈ વારૂ પાટક ટીંબલઈ સારજી " શાંતિનાથ મૂલનાયક પ્રણમું ઉગણપચાસ જિન્નજી !”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org