________________
રાજનગરનાં જિનાલયો
નિર્દેશ કરવામાં આવ્યો છે. આદેશ્વરજીના દેરાસરની સ્થિતિ સારી જણાવવામાં આવી છે.
સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભા-૧-૨-૩-૪માં દાદા સાહેબની પોળમાં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. શાંતિનાથ ભગવાનની વર્ષગાંઠ શ્રાવણ સુદ ૧૩ તથા આદેશ્વર ભગવાનની વર્ષગાંઠ શ્રાવણ સુદ-૧૫ દર્શાવવામાં આવેલી છે.
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં શાંતિનાથજીનું દેરાસર તથા આદિનાથનું દેરાસર – આ બંને દેરાસર એકસાથે હોવાનો નિર્દેશ કરવામાં આવેલો છે. આ દેરાસરની બાંધણી તે સમયે ઘરદેરાસરના બાંધણીના સ્વરૂપની દર્શાવવામાં આવી છે. બંને દેરાસરોની સ્થાપનાનો સમય સંવત ૧૭૦૦ લગભગ દર્શાવવામાં આવ્યો છે. અને બંધાવનાર તરીકે “શ્રી સંઘ' એમ દર્શાવવામાં આવ્યું છે. અને વહીવટદાર તરીકે શ્રી ચંદુલાલ મોહનલાલના નામનો ઉલ્લેખ થયેલો છે.
રાજનગરમાં ખરતરગચ્છના આચાર્ય ભગવંતોનો પ્રભાવ ૧૭મા સૈકાના આરંભથી વિશેષ જોવા મળે છે. સં. ૧૬૪માં શાંતિનાથની પોળમાં આવેલા શાંતિનાથજીના દેરાસરની પ્રતિષ્ઠા ખરતરગચ્છના આચાર્ય પરમ પૂજ્ય શ્રી જિનમાણિજ્યસૂરિની નિશ્રામાં થયેલી હતી. તે બાબત અનેક પુરાવાઓથી સિદ્ધ થયેલી છે. એટલે કે એ સમય દરમ્યાન આ દેરાસરનું પણ નિર્માણ થયું હોવાનો પૂરો સંભવ છે. કારણ કે નવરંગપુરામાં આજે વિદ્યમાન દાદાસાહેબનાં પગલાં ઘણાં પ્રાચીન છે અને ઝવેરીવાડનો ઉપાશ્રય પણ પ્રાચીન છે. એટલે કે ખરતરગચ્છનું તે સમયે મુખ્ય કેન્દ્ર આજે ઓળખાતી દાદા સાહેબની પોળનો વિસ્તાર હશે.
ટૂંકમાં, સં. ૧૬૬રમાં “ટીંબલઈ પાટક' નામે દર્શાવેલું શાંતિનાથજીનું દેરાસર અથવા સં. ૧૮૨૧માં તિલકસાની પોળમાં શાંતિનાથજીનું દેરાસર–એ બે પૈકીનું કોઈ એક દેરાસર આજનું દાદા સાહેબની પોળનું શાંતિનાથનું દેરાસર હોવાનો પૂરો સંભવ છે. દેરાસરમાં બિરાજમાન પ્રાચીન પરિકરયુક્ત પ્રતિમાઓ તથા ખરતરગચ્છના આચાર્ય જિનદત્ત તથા જિનકુશલજીનાં પગલાં આ દેરાસરનો સમય વધુ પ્રાચીન હોવાનો નિર્દેશ કરે છે. અમારી માન્યતા પ્રમાણે આ દેરાસર સં. ૧૬૬૨ પહેલાનું હોવાનો વિશેષ સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે.
પાંજરાપોળનાં દેરાસરો
(સં. ૧૬૬૨ પહેલાં) પાંજરાપોળમાં આજે છ દેરાસરો વિદ્યમાન છે, જેમાં મુલવા પાર્શ્વનાથની ખડકીનાં બે દેરાસરોનો પણ સમાવેશ થાય છે.
૧. શીતલનાથજી ૨. શાંતિનાથજી (ભોંયરામાં આદિનાથ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org