________________
રાજનગરનાં જિનાલયો
૬૯
વાસુપૂજ્ય સ્વામી તથા શ્રી પાર્શ્વનાથ ભગવાન આદિ જિનબિંબોને બિરાજમાન કરવામાં આવ્યાં. એનો પ્રતિષ્ઠા મહોત્સવ વિસં. ૨૦૩૩ના વૈશાખ સુદ ૧૩ તા. ૧-૫-૧૯૭૭ રવિવારના રોજ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયયશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં ઊજવવામાં આવ્યો.”
- લેખની વિગત પ્રમાણે દેરાસરનું ખાતમુહૂર્ત સં. ૧૯૧૬માં તથા મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની પ્રતિષ્ઠા સં. ૧૯૧૭માં થઈ હતી. પરંતુ, ઉપર જણાવ્યા મુજબ સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેથી આ દેરાસર સં. ૧૯૧૨ પહેલાંનું છે. તે સંદર્ભમાં લેખની માહિતીમાં વિગતદોષ થયેલો છે. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
" કીકાભટ્ટની પોળ
દોહેલા પાર્શ્વનાથ (સં. ૧૯૧૨ પહેલાં) સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં કીકાભટ્ટની પોળના પાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થાય છે.
“ઈસલ પારસનાથની ગુણ ગણમણિ ગંભીર
પૂજો કીકા પોલ મેં ભવજલ તિરવા ધીર ”. સં. ૧૯૬૨માં પ્રકટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં કીકા ભટ્ટની પોળમાં પાર્શ્વનાથજીના દેરાસર ઉપરાંત વિમલનાથના દેરાસરનો ઉલ્લેખ થયો છે. પાર્શ્વનાથજીના આ દેરાસરનો ઉલ્લેખ તે સમયે “શ્રી ડોહલા પાર્શ્વનાથજી” તરીકે થયો હતો. તે સમયે દેરાસર ઘુમ્મટબંધ હતું અને ૭૫ વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ કર્યો છે. અર્થાત્ આજથી આશરે ૧૬૫ વર્ષ પહેલાં સં. ૧૮૯૦ થી સં. ૧૯૦૫ દરમ્યાન આ દેરાસર બંધાવ્યું હશે. સં. ૧૯૬૨માં આ દેરાસરના બંધાવનાર તરીકે શા ના હાલચંદ વીરચંદ પાંચાવાલાનું નામ દર્શાવવામાં આવ્યું છે. વિમલનાથજીનાં દેરાસરનો ઉલ્લેખ તેમાં થયો છે, જે તે સમયે દસ વર્ષ જૂનું હતું. એટલે કે આજથી સો વર્ષ પહેલાં સં. ૧૯૫૩ની આસપાસ બંધાયું. આ દેરાસર બંધાવનાર તરીકે શાહ વીરચંદ દીપચંદ પૂનાવાલાના નામનો ઉલ્લેખ છે.
દોહેલા પાર્શ્વનાથની પ્રતિમાજીની ઊંચાઈ આશરે ૮ ઇંચ છે. આ પ્રતિમાજી ખૂબ ચમત્કારિક મનાય છે. ઉપરાંત, દેરાસરમાં કાચનું કામ, ચાંદી તથા જર્મન-સિલ્વર પરની કોતરણી ઉપરાંત થાંભલા ઉપર અરીસા તથા ચાંદીનાં કવર ધ્યાન ખેંચે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org