________________
રાજનગરનાં જિનાલયો
૬૫ દેરાસર તરીકે થયેલો છે. દેરાસર બંધાવનારનું નામ શેઠ સોભાગચંદ દોલતચંદ દર્શાવવામાં આવ્યું છે. અને સ્થાપનાની સાલ સં. ૧૯૫૧ દર્શાવવામાં આવી છે. આ દેરાસરમાં મૂળનાયકનો લેખ સં. ૧૯૦૩નો દર્શાવવામાં આવ્યો છે. સંભવ છે કે હઠીસિંહના દેરાસરમાં સં. ૧૯૦૩માં થયેલી પ્રતિષ્ઠા મહોત્સવમાં અંજનશલાકા થયેલી પ્રતિમાઓ પૈકીની આ પ્રતિમા હોય.
સં. ૨૦૪૩માં (ઈ. સ. ૧૯૮૭) દેરાસરની આજુબાજુનાં સંઘનાં કેટલાંક મકાનો તોડીને મોટી જગ્યામાં આ દેરાસરનું શિખરબંધી દેરાસરમાં નિર્માણ થયું. જીર્ણોદ્ધારમાં સંઘે આશરે રૂ. ૨૫ લાખનો ખર્ચ કર્યો છે. અને આશરે દસેક લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો બાકી છે. ત્યારબાદ જીર્ણોદ્ધાર કરવાનું કામ પૂરું થશે.
દરવાજાનો ખાંચો-શાહપુર
ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન (સં. ૧૯૪૮). શાહપુર-દરવાજાના ખાંચામાં આવેલું આ દેરાસર ઘુમ્મટબંધી છે.
સં. ૧૯૬રમાં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં શ્રીસંઘે ઘુમ્મટબંધ દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે. અને તે સમયે દેરાસર ૧૦૦ વર્ષ જૂનું દર્શાવેલ છે.
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ તરીકે થયેલો છે. દેરાસરના વહીવટદાર તરીકે છનાલાલ ચુનીલાલનું નામ દર્શાવવામાં આવ્યું છે અને દેરાસરમાં કેટલાંક સુંદર ચિત્રાંકનો-ધાર્મિક કથાઓના પ્રસંગો-દર્શાવવામાં આવ્યા છે. દેરાસરની સ્થાપના સં૧૯૪૮માં થયાનો ઉલ્લેખ છે. સં. ૧૯૪૮નો સમય વધુ શ્રદ્ધેય લાગે છે. કારણ કે આ દેરાસરનો સમય સં. ૧૮૬૨ આસપાસમાં નક્કી કરવામાં આવે તો તે દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨ની ચૈત્ય પરિપાટીમાં થવો જોઈએ. પરંતુ, સં. ૧૯૧૨ની ચૈત્ય પરિપાટીમાં શાહપુર-કૂવાવાળી પોળના સંભવનાથજીના દેરાસરનો ઉલ્લેખ જ થયેલો છે. આ દેરાસરનો ઉલ્લેખ થયો નથી.
જો કે ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં શામળાની પોળ, જલાલપુર એટલે કે નાગજીભૂધરની પોળનો વિસ્તાર અને માંડવીની પોળનાં અન્ય દેરાસરોની સાથે એક “યાપુરની પોળ'ના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે, જે નીચેની પંક્તિઓમાં દર્શાવેલ છે.
પાસ સાંમલો જગિ જાગતો દેહરાં ત્રિણ ઓલ જલાલપુર હોય દહેરાં એક સ્ત્રાપુરની પોલ || પાંડવ ચૈત્ય તિહાં ભલા માંડવી પોળ નિહાલ
અડસઠ સર્વ મિલિ મોટિકા કરે ભક્તિ વિશાલ !” સાપુરની પોલ' એ ઉલ્લેખમાં કાં તો જૂની હસ્તપ્રતમાં કોઈ વિગતદોષ રહેલો હોય અથવા “અમદાવાદની ચૈત્ય પરિપાટીઓ” ગ્રંથમાં મુદ્રણદોષ રહી ગયો હોય અથવા શામળાની
૨-૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org