________________
રાજનગરનાં જિનાલયો શાહપુર વિસ્તારની પોળોનાં દેરાસરો . કૂવાવાળી પોળ-સંભવનાથજીનું દેરાસર (સં. ૧૯૧૨ પહેલાં) આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબ થયેલો છે.
“પ્રકાશ પ્રભુનો પોલ નગીના આદિ જિનવર સુણ્યો
સાહપુરમે નાથ સંભવ ભક્તિભાવે સંપુણ્યો !” શાહપુર વિસ્તારનું આ સૌથી જૂનું દેરાસર છે. સં. ૧૯૬રમાં પ્રગટ થયેલ જે. મૂ. જૈન કોઢ ની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધી દેરાસર તરીકે થયેલો છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં પણ આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે. તેમાં આ દેરાસર સં. ૧૯૩૦માં શ્રી સંઘે બંધાવ્યું હોવાનો ઉલ્લેખ છે. તે સમયે વહીવટદાર તરીકે શેઠ વાડીલાલ નાથાલાલનું નામ દર્શાવવામાં આવ્યું છે. '
- સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસરનો જીર્ણોદ્ધાર સં. ૧૯૩૫માં થયેલો છે. અને પુન:પ્રતિષ્ઠા કરાવી મૂળનાયક શ્રી સંભવનાથ પ્રભુજીને વીર સંવત ૨૪૦૫ તથા વિ. સં. ૧૯૩૫ના શ્રાવણ સુદિ ૧૦ ને સોમવાર અને અંગ્રેજી ઈ. સ. ૧૮૭૯ના જુલાઈ માસની ૨૮મી તારીખના શુભ દિવસે ગાદી ઉપર બિરાજમાન કર્યા છે.
ત્યારબાદ આ દેરાસરમાં મુનિસુવ્રતસ્વામીજીની પ્રતિષ્ઠા સં. ૨૦૦૭માં કરવામાં આવી છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે તા. ૨-૮-૧૯૭૧ના દિવસે પ્રતિષ્ઠા થઈ હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે આપેલ શુભ મુહૂર્ત પ્રમાણે પ્રરમપૂજ્ય આચાર્યશ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજીની નિશ્રામાં થયો હતો.
દરવાજાનો ખાંચો-શાહપુર
કુંથુનાથ (સં. ૧૯૫૧) શાહપુર દરવાજાના ખાંચામાં આવેલું કુંથુનાથજીનું દેરાસર શિખરબંધી છે. આ દેરાસરની સ્થાપના સં. ૧૯૫૧માં થયેલી છે.
સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ તરીકે થયેલો છે. તથા દેરાસરનાં બંધાવનારનાં નામ તરીકે શેઠ કરશનદાસ સોભાગચંદ દર્શાવવામાં આવ્યું છે. અને દેરાસર બંધાયાની સાલ તરીકે સં. ૧૯૫૧ દર્શાવવામાં આવી છે.
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org