________________
રાજનગરનાં જિનાલયો
સમેત શિખરની પોળ
ગોડી પાર્શ્વનાથ (સં. ૧૮૨૧ પહેલાં) આ દેરાસરની નોંધ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં પંડિત અંબાલાલ પ્રેમચંદ નીચે મુજબ કરે છે
“સમેતશિખરની પોળમાં આવેલા ઘુમ્મટબંધી શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાંની કારીગરી અસાધારણ અને અમૂલ છે. એને ન જોઈએ-જાણીએ તો કળાના ઉત્તમ નમૂનાથી વંચિત જ રહી જવાય. આમાં વિશેષતા એ છે કે પાષાણને બદલે લાકડામાંથી કોરી કાઢેલું ભવ્ય શિલ્પ છે. નાચતા-ગાતા દેવતાઓ અને હાથીઓના મસ્તકની પંક્તિઓ ભીંતો ઉપર અને છજામાં રહેલી સમચોરસ આકૃતિવાળી બારીની આસપાસ શોભે છે. સહસ્રફણા પાર્શ્વનાથની એક સફેદ આરસની મૂર્તિ પણ મનોહર છે. તેમાં ફણાની રચના તો શિલ્પની દૃષ્ટિએ ઉત્તમ ગણાય એવી છે. પરંતુ, લાકડામાં કોતરેલો સમેતશિખરનો પહાડ, જે શ્રાવક-શ્રાવિકા, સાધુ, દેવ-દેવીઓ, પશઓ અને વનસ્પતિથી ભરચક છે. તેમજ જેના જુદા જુદા ભાગો હલાવી ચલાવી શકાય છે તે તો આખા અમદાવાદનું મોટું આશ્ચર્ય છે, એમ કહીએ તો ખોટું નથી. વળી, એમ કહેવાય છે કે લાકડાના આ પહાડનું વજન ૧૮૦૦ કિલો છે. પાટણના પ્રસિદ્ધ વાડી પાર્શ્વનાથના મંદિરની એ યાદ આપે છે.
આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૮૬૩માં શ્રી રૂપવિજયજી મહારાજે કરી હતી. તેમના ગુરુદેવની ચરણપાદુકા નીચે લેખ પણ કોતરેલો છે.”
શ્રી રત્નમણિરાવ જોટે ગુજરાતનું પાટનગર અમદાવાદ ગ્રંથમાં પૃ. ૬૬૬-૬૬૭ પર નીચે મુજબની નોંધ કરે છે
માંડવીની પોળમાં સમેતશિખરનું મંદિર છે. તે ખાસ જોવાલાયક છે. એ મંદિર રૂપવિજયજી મહારાજે બંધાવેલું. કોઈ કહે છે કે એમાં ૧,૩૬,૦૦૦) રૂપિયાનો ખર્ચ થયો છે. અને કોઈ રૂા. ૫૦,૦૦૦)નો કહે છે.”
સ્થાનિક માહિતી પ્રમાણે પ્રથમ આ દેરાસર લાકડાનું હતું. જીર્ણ સ્થિતિનું હોવાથી સં. ૨૦૦૩ની સાલમાં જીર્ણોદ્ધાર થયો. મૂળનાયક ભગવાન પરનો લેખ ૪૫૦ વર્ષથી પણ જૂનો છે. અન્ય પ્રતિમાઓ પર ૫૦૦ વર્ષ જૂના લેખ છે. ઉપરાંત, દેરાસરમાં ભીંત ઉપર પથ્થર વડે ઉપસાવેલ વિવિધ તીર્થોના પટની રચના પણ આવેલી છે. શ્રી ગિરનારજી, શ્રી દેલવાડા તીર્થ, શ્રી તારંગાજી, શ્રી શંખેશ્વર, શ્રી ચિતોડગઢ, શ્રી સમેતશિખર, શ્રી રાજગૃહીતીર્થ, શ્રી શેત્રુજ્ય, શ્રી પાવાપુરી વગેરેના પટ આવેલાં છે.
ખાસ તો સંવત્સરીને દિવસે દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. આખું અમદાવાદ શહેર જાણે તે સમયે ઊમટી પડ્યું ન હોય ! જો કે હવે જૈન કુટુંબોની વસ્તી જૂના કોટવિસ્તારના અમદાવાદ શહેરમાંથી ખસીને નદી પારનાં વિસ્તારોમાં સ્થળાંતર કરી રહી છે. તેથી શહેર બહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org