________________
રાજનગરનાં જિનાલયો
“કામેસર વાઘેસરી ખેત્રપાલ રુપચંદ
પોલ એકેક વખાણિઈ ભેટતા ગયા ભવ ફંદ છે” દેરાસરમાં આજે એક શિલાલેખ છે. તેમાં જણાવ્યા મુજબ અગાઉ આ મંદિર કાષ્ટનું હતું. ધીમે ધીમે તેનો નાશ થવા માંડ્યો તેથી જીર્ણોદ્ધાર થયેલો છે. આ દેરાસરમાં એકથી વધુ વખત જીર્ણોદ્ધાર થયા હોવાનો સંભવ છે.
શિલાલેખમાં જણાવ્યા મુજબ શ્રી ખેતરપાળની પોળના પંચે શ્રી મૂળનાયક ભગવાનને ગાદીનશીન રાખીને વિ. સં. ૧૯૬૦માં (ઈ. સ. ૧૯૦૪) જીર્ણોદ્ધાર કર્યો અને આરસનું ભવ્ય મંદિર બન્યું.
શ્રી મૂળનાયક ભગવાનની દષ્ટિમાં ફેર જણાતાં શ્રી ખેતરપાળની પોળના પંચે પરમપૂજ્ય તપસ્વી શાંતમૂર્તિ આચાર્ય શ્રી સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજ(બાપજી મહારાજ)ની પ્રેરણા અને નિશ્રામાં દષ્ટિદોષ નિવારણ કરી સં. ૨૦૦૫ના મહાસુદ પાંચમને ગુરુવારના રોજ પ્રતિષ્ઠા કરી છે.
સં. ૧૯૧૨માં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિમાં થયેલો છે. “જિન સંભવ રે ક્ષેત્રપાલના વાસ મે ગતિ છેદી રેનાથ મિલ્યા સુર રાસ મેં...”
ગુજરાતનું પાટનગર અમદાવાદ ગ્રંથમાં આ દેરાસર અંગે નીચે મુજબની નોંધ જોવા મળે છે.
સાંકડી શેરીના નાકે ખેતરપાળની પોળમાં એક નાનું જૈન મંદિર છે. આ મંદિર ખાસ જોવાલાયક છે. એનું ભોંયતળિયું અને થાંભલા સુંદર આરસના કરેલા છે. એમાં રંગબેરંગી જડિતકામ દિલ્હી આગ્રાનાં મકાનો જેવું કરેલું છે. તે ઘણું જ મનોહર છે. એ કરનારા ગુજરાતી સલાટો હતા. એમ કહેવાય છે કે ૧૬ રૂપિયે શેર સુધીના મોંઘા પથ્થરો જડિત કામને માટે વાપર્યા છે. શહેરમાં સ્થાપત્ય અને કલા જૈન કોમે આજ સુધી સાચવી રાખ્યાં છે.”
- 'ગુલાબચંદ નામના તે સમયના પ્રસિદ્ધ શિલ્પીના શિષ્ય રવિકરણે આ દેરાસરના જીર્ણોદ્ધાર સમયે પોતાની દેખરેખ હેઠળ શિલ્પકામ કરાવ્યું છે. આ અંગેનો ઉલ્લેખ “અમદાવાદનો જીવનવિકાસ” નામના એક પુસ્તકમાં નીચે મુજબ થયો છે : - “માણેકચોકમાંની ખેતરપાળની પોળમાં એક બીજું જૈન દેરાસર છે, તે રવિકરણની બુદ્ધિશળતાનું પરિણામ છે. એના સ્તંભો અને ભીંતો અને ચોક ઉપર સુંદર આરસપહાણમાં રંગબેરંગી કકડાથી જડિત કામ કરીને વેલો, પુષ્પો, પક્ષીઓ વગેરે ઉપજાવ્યાં છે. આ દેવળ વર્તમાન અને ભવિષ્યનાં શિલ્પ અને આલંકારિક કલાને માટે જોવાલાયક છે.”
ઉપરાંત, ખેતરપાળની પોળમાં આ દેરાસર સિવાય એક ક્ષેત્રપાળજીનું મંદિર આવેલું છે, જે પોળમાં પ્રગટ થયેલ છે. ત્યાં મૂળનાયક શ્રી ક્ષેત્રપાલજી તથા આજુબાજુમાં અંબિકાદેવી તથા ભૈરવનાથ પ્રતિમાજી તથા નાની ત્રણ પ્રતિમાજી-ગણપતિજી, શિવલિંગ, બળિયાદેવની લાલ દેરી છે.
રા-૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org