________________
૫૬
રાજનગરનાં જિનાલયો કડવા મત પરંપરાના ૭મા શાજિનદાસના ઉપદેશથી સં. ૧૬૬૩ના ફા. વ. ૧ના રોજ ભણશાળી દેવાએ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. તેમાં ભણશાળી દેવાએ ભગવાન ઋષભદેવની ૮૫ અંગુલની એક પ્રતિમા તથા ભણશાળી જીવાએ પ૭ આંગળની એક જિનપ્રતિમા તથા ભણશાળી કીકાએ ૫૭ આંગળની એક જિનપ્રતિમા ઉપરાંત બીજી ઘણી જિનપ્રતિમાઓ એમ કુલ ૧૫૦ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા સંવરી શ્રાવકોએ કરી હતી.
એ પ્રતિમાઓ પૈકીમાંની મોટા ભાગની પ્રતિમાઓ ઘાંચીની પોળનાં ભણશાળી દેવા દ્વારા નિર્માણ થયેલા જૈન દેરાસરમાં તથા ભોંયરામાં વિદ્યમાન છે તે મુજબનો એક પ્રાચીન ઉલ્લેખ મળે છે.
ઉપરાંત શાહ તેજપાલે સં. ૧૬૭૨ના ચોમાસામાં ખંભાતથી અમદાવાદ આવી ભણશાળી દેવાના આ જિનપ્રાસાદમાં ભગવાન શાંતિનાથની પ્રતિમાના પરિકરની પ્રતિષ્ઠા કરી હતી.
ઘાંચીની પોળમાં ઘરદેરાસરની સંખ્યા પણ નોંધપાત્ર હતી. સં. ૧૯૬૨માં એટલે કે આજથી ૯૦ વર્ષ પહેલાં ઘાંચીની પોળમાં સાત ઘર દેરાસરો હતાં.
૧. શેઠ મનસુખલાલ પ્રેમચંદ ૫. શેઠ નગીનદાસ બેચરદાસ ૨. શેઠ હઠીસંઘ નિહાલચંદ ૬. શેઠ કુબેરદાસ જોઈતારામ ૩. શેઠ કપૂરચંદ રાયચંદ ૭. શેઠ ઇચ્છાચંદ કાવજી ૪. શેઠ મલુપભાઈ કપૂરચંદ
આજે ભોંયરાવાળા એ દેરાસરના સ્થાને બે માળવાળું દેરાસર વિદ્યમાન છે, જેમાં ભોંયતળિયે શ્રી સંભવનાથ ભગવાન અને પહેલા માળે શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. ઉપરાંત, ગૌતમસ્વામીની આરસની પ્રતિમાજી છે. દેરાસરના મુખ્ય દરવાજાની કમાન એક જ પથ્થર દ્વારા કોતરેલ છે.
આ દેરાસર શહેર વિસ્તારના અન્ય દેરાસરોની અપેક્ષાએ વિશાળ ચોગાન ધરાવે છે.
ખેતરપોળની પોળ
સંભવનાથ (સં. ૧૬૬૨ પહેલાં) સંભવનાથનું આ દેરાસર ઘણું પ્રાચીન છે, ઘુમ્મટબંધી છે. લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં (સં. ૧૬૬૨માં) આ દેરાસરના સંદર્ભમાં નીચે મુજબની પંક્તિઓ આવે છે.
“શીતલનાથ છ—અ કહીઈ પાટેક ક્ષેત્રપાલિ જઈઈ
સંભવનાયક જાણ પ્રતિમા પંચ્યાસી આણુ //” સં. ૧૮૨૧માં ખેતરપાળની પોળનાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org