________________
રાજનગરનાં જિનાલયો મહુરત પોળ
શીતલનાથ (સં. ૧૯૧૨ પહેલાં) મહુરત પોળમાં આવેલું શીતલનાથનું દેરાસર ઘુમ્મટબંધી છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં થયેલો છે.
જિન વિમલ રે લાલ ભાઈની પોલ મેં નાગ ભૂધર રે શાંતિ જિન રંગરોલ મેં ચોક માણેક રે મહુતપોલ વિસાલ છે જિન શીતલ રે ત્રિભુવન નાથ દયાલ છે.” સં. ૧૯૬૨માં જૈન ડિરેક્ટરીમાં પણ શીતલનાથજીના દેરાસરનો ઉલ્લેખ થયો છે.
નાગજી ભૂધરની પોળ
સંભવનાથ ભગવાન (સં. ૧૬૬૨ પહેલાં) આ દેરાસરનો જીર્ણોદ્ધાર ઘણી વાર થયેલો છે. દેરાસર ગુંબજબંધી છે, ભોંયરાવાળું છે. “જૈન તીર્થ સર્વસંગ્રહમાં (સં. ૨૦૦૯) નીચે મુજબ નોંધે છે.
“માંડવીની પોળમાં આવેલી નાગજી ભૂધરની પોળમાં શ્રી સંભવનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનનાં દેરાસરો એકસાથે આવેલાં છે. ભોંયરામાંની મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની આરસની પ્રતિમા પ્રાચીન છે અને તેમના પબાસનમાં આબુની ખ્યાતિ પામેલી કોરણી કરેલી હતી, જે આજે ઘણી ખરી ઘસાઈ જવા પામી છે. મેડા ઉપર મૂડ ના શ્રી ધર્મનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનના બે ગભારાઓ આવેલા છે. એમાં કરેલું રંગબેરંગી આરસનું જડિત કામ પ્રેક્ષણીય છે. આ દેરાસરની ૩૧૦ ધાતુપ્રતિમાઓ પૈકી કેટલીક તો અગિયારમા–બારમા સૈકાની છે. બારણામાં પીળા આરસનાં ઈન્દ્ર-ઇન્દ્રાણી સુંદર રીતે ઘડેલાં છે. કહેવાય છે કે આ મંદિર ફરી બંધાયું તે પહેલાં આખુંયે દેરાસર લાકડાની કોરણીવાળું હતું.”
આ દેરાસર સં. ૧૬૬૨ પહેલાંનું હોવાનો વધુ સંભવ છે. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org