________________
૫૪
રાજનગરનાં જિનાલયો દેરાસર સં. ૧૮૨૧ પછી કોઈપણ સમયે બંધાયું હોવાનો વિશેષ સંભવ છે. સં. ૧૯૬રમાં પ્રસિદ્ધ થયેલી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે અને સં. ૧૮૮૦માં આ દેરાસર બંધાયું હોવાનો ઉલ્લેખ છે.
આ દેરાસરમાં કેટલાંક પગલાં છે. તે પગલાં પર સં. ૧૯૦૦ પછીની સાલ છે. પં. શ્રી કીર્તિવિજય મહારાજ, શ્રી કસ્તુરવિજય મહારાજ, શ્રી લક્ષ્મીવિજય મહારાજ, શ્રી મણિવિજય મહારાજ, શ્રી ગુમાન વિજય મહારાજ તથા શ્રી નીતિ સૂરીશ્વરજી મહારાજનાં પગલાં સ્થાપિત કરેલા છે.
રૂપાસુરચંદની પોળ
વાસુપૂજ્ય (સં. ૧૬૫૪) વાસુપૂજ્ય ભગવાનનું આ દેરાસર ઘણું પ્રાચીન છે. સં. ૧૬૬૨માં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ વિસ્તાર “પાટક ગાજીપુર” તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ આ પોળનું નામ બદલાયું છે.
દેરાસરમાં મૂળનાયક વાસુપૂજ્યની પ્રતિમાની પ્રતિષ્ઠા સં. ૧૬૫૪માં થયાનો તેમજ સુરચંદ નામના શ્રેષ્ટિએ આ દેરાસર આત્મશ્રેયાર્થે બંધાવ્યાનો ઉલ્લેખ છે.
સં. ૧૬૬૨માં લખાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમો આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થાય છે :
“પાટક ગાજીપુર સહીએ વાસુપૂજ્ય એકોતરિ થઈએ
લટકણ પાટશાહ રે શાંતિભુવન છઈ ચચ્યા હશે ” મૂળ આ દેરાસર લાકડાનું હતું. સં. ૧૯૯૫માં નવેસરથી તેનો જીર્ણોદ્ધાર થયો. અને દેરાસર આરસનું બન્યું. તેના રંગમંડપમાં સુંદર કોતરણી છે. તેની બહાર સ્તંભ પર દેવદેવીની સુંદર કલાત્મક દર્શનીય કોતરણી છે. દેરાસરમાં આજે પણ ઇલેકિટ્રસિટી નથી તથા લોખંડનું કોઈ કામ થયું નથી.
વાસુપૂજ્ય સ્વામીની પદ્માસનસ્થ પ્રતિમાજી ખૂબ જ પ્રાચીન, અલૌકિક અને ચમત્કારિક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org