________________
રાજનગરનાં જિનાલયો
૫૩
ત્યારબાદ સં. ૧૯૩૮માં વાસુપૂજ્ય સ્વામીજી આદિ બિંબોની પ્રતિષ્ઠા થઈ, ત્યારથી આ દેરાસર વાસુપૂજ્ય સ્વામીના દેરાસર તરીકે પ્રચલિત છે. દેરાસરમાં સં૧૯૩૮માં થયેલી પ્રતિષ્ઠાનો લેખ પણ મળે છે. દેરાસરમાં કાચની સુંદર કારીગરી છે.
ગુસા પારેખની પોળ
ધર્મનાથ (સં. ૧૯૨૫) ધર્મનાથ ભગવાનનું આ ઘુમ્મટબંધી દેરાસર સં૧૯૨૫માં બંધાયું છે. આ દેરાસર તે સમયના અમદાવાદના અગ્રગણ્ય જૈન શ્રેષ્ઠિઓ પૈકીના એક એવા શ્રી પરસોત્તમદાસ પૂંજાશાએ બંધાવ્યું છે.
આ દેરાસરની સ્થાપનાની સંપૂર્ણ વિગતો દેરાસરમાં આવેલા શિલાલેખમાં મળે છે જેમાં ગુસા પારેખની પોળની શ્રીમાળી જ્ઞાતિનાં શાહ ટોકરશી-તપુત્ર શાહ પૂંજાશા-તપુત્ર શ્રી ઠાકરશી તથા તેમના લઘુભાઈ શ્રી પુરુષોત્તમદાસનો દેરાસર બંધાવનાર તરીકે ઉલ્લેખ થયો છે.
શ્રી પુરુષોત્તમદાસ પૂંજાશાનો નામોલ્લેખ સં. ૧૯૩૬માં મળે છે. સં. ૧૯૩૬માં (તા. ૧૯/૯/૧૮૮૦)ના રોજ સકલ સંઘની એક સભા અમદાવાદમાં બોલાવવાનું નક્કી કરીને આણંદજી કલ્યાણજી પેઢીનો એટલે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો વહીવટ સંભાળનાર અમદાવાદના આઠ જૈન અગ્રણીઓની સહીથી જાહેર ખબર આપીને એ ગામેગામ મોકલવામાં આવી હતી તે આઠ અગ્રણીઓ
શેઠ શ્રી પ્રેમાભાઈ, શ્રી હેમાભાઈ, શ્રી ઉમાભાઈ હઠીસિંહ વગેરેની સાથે શેઠ શ્રી પુરુષોત્તમદાસ પૂંજાશાનું નામ પણ સમાવિષ્ટ થયું હતું.
લવારની પોળ
અજિતનાથ (સં. ૧૯૧૨ પહેલાં) - અજિતનાથ ભગવાનનું આ દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં નીચેની પંક્તિઓમાં થયેલો છે.
“દયાલ જ દીઠો અજિત જિનવર પોલ લોહાર તણી સુણી
રૂપ સુરચંદ પોલ પ્રતિમા વાસુપૂજ્ય સુહામણી.” સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ થયો નથી. તેથી આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org