________________
૪૬
રાજનગરનાં જિનાલયો કામેશ્વરની પોળ
સંભવનાથ ભગવાન (સં. ૧૮૨૧ પહેલાં) સં. ૧૮૨૧માં કામેશ્વરની પોળમાં એક દેરાસરનો ઉલ્લેખ આવે છે. જ્ઞાનસાગરગણિ કૃત “તારાચંદ સંઘવી રાસ”માં (સં. ૧૮૨૧) નીચે મુજબ ઉલ્લેખ થયો છે.
કામેશ્વર વાઘેસરી ખેત્રપાલ રુપચંદ
પોલ એકેક વખાણિઈ ભેટતા ગયા ભવફંદ” આ દેરાસરમાં આવેલી પ્રતિમાઓની સં. ૧૭૬૮માં સ્થાપના કરવામાં આવેલી છે. આ ઉલ્લેખ તેના એક મૂર્તિલેખમાં મળે છે.
“संवत १७६८ वर्षे कार्तिका सुदि १३ रखौ શ્રી ચનના રે વાર્તવ્ય શ્રીમતી જ્ઞા. | વૃદ્ધ શા. |
सं० मोहन अमथाकेन पुत्र पौत्रादि." જૈન તીર્થ સર્વસંગ્રહમાં સં. ૧૯૧૬નો ઉલ્લેખ આવે છે. અને દેરાસર બંધાવનારનું નામ શેઠ મગનલાલ કરમચંદ દર્શાવવામાં આવેલું છે. પરંતુ, શેઠ મગનલાલ કરમચંદે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હશે. અને તેથી બંધાવનાર તરીકે તેમના નામનો ઉલ્લેખ થયો લાગે છે. અમદાવાદના તે સમયના પ્રેમાપુરથી સં. ૧૯૨૬માં સંભવનાથની પ્રતિમા ખસેડીને આ દેરાસરમાં સ્થાપન કરી હોવાનું જણાય છે. આ દેરાસરમાં બહારના ભાગમાં કેટલીક પાદુકાઓ છે. તેમાં એક પાદુકા શ્રી ખીમા વિજયની (ક્ષમાવિજયની) છે. તેમાં સં. ૧૭૮૬ આસો વદિ ૧૨-એ મુજબની નોંધ છે.
ક્ષમાવિજય મહારાજે પ્રેમાપુરમાં ચોમાસા કર્યા હતા અને તેમની દીક્ષા પણ સં. ૧૭૪૪માં પ્રેમાપુરમાં જ થઈ હતી. એટલે આ પ્રેમાપુરના ઉપાશ્રય અને દેરાસરનો, કામેશ્વરની પોળના આ દેરાસર સાથેનો સંબંધ તે સમયથી હોવાનું જણાય છે. ઉપરાંત, સં. ૧૬૭૨ના ઉલ્લેખવાળી એક પાદુકા પણ આ દેરાસરમાં વિદ્યમાન છે, જેના ઉપર નીચે મુજબની નોંધ છે -
“સં. ૧૬૭૨ પોષ સુદ ૧૫ શનિવાર
સાધ્વીજી શ્રી વિરબાઈની પાદુકા.” એટલે કે સં૧૬૭રની આ પાદુકા જો આ જ દેરાસરની હોય તો આ દેરાસરને સં. ૧૬૬૨ પહેલાના સમયનું ગણી શકાય.
લલિતસાગર મહારાજ સાહેબની ચૈત્ય પરિપાટીમાં (સં. ૧૬૬રમાં) ઘાંચીની પોળના દેરાસરનો ઉલ્લેખ થયા પછી “પાટક ગાજીપુરનો (આજની રૂપાસુરચંદની પોળનો વિસ્તાર) વાસુપૂજ્યના દેરાસર સાથે ઉલ્લેખ થયો છે. ત્યારબાદ, લટકણ શાહ એટલે કે શામળાની પોળના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org