________________
રાજનગરનાં જિનાલયો
૪૫
ભાણ સદાવ્રતની પોળ
ખાડિયા-ગોલવાડ
મહાવીર સ્વામી (સં. ૧૮૨૧ પહેલાં) આજે પ્રચલિત ભાણસદાવ્રતની પોળનો વિસ્તાર સં. ૧૯૧૨માં ગોઠવાલની પોળના વિસ્તાર તરીકે પ્રચલિત હતો.
મહાવીર સ્વામી ભગવાનના આ જૈન દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
ગોડવાલની પોલ સમાજ જિનરાજ મહાવીર મહારાજ પુર સારંગ તલીયા જાણ પ્રભુ પારસ અભિનવ ભાણ !”
આ દેરાસરના મૂળનાયક ભગવાન શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા ઉપર સં૧૭૧૦નો ઉલ્લેખ છે. ઉપરાંત, તે અંગેના એક લેખનો ઉલ્લેખ “જૈન પરંપરાનો ઇતિહાસ” ભા૪માં પૃ. ૨૧૦-૨૧૧ ઉપર ત્રિપુટી મહારાજે નીચે મુજબ કર્યો છે.
- “અમદાવાદ દોશી મનિયા શ્રીમાલી, તેમની પત્ની સત્યદેવી, તેમનો પુત્ર દોશી મદનજી, તેની પત્ની કસ્તૂર દેવી, તેમના પુત્ર દોશી દીપચંદ સં. ૧૭૧૦ના જેઠ સુદિ છઠ્ઠ ને ગુરુવારે ગુરુ પુષ્ય યોગમાં પોતાનાં માતા-પિતાના કલ્યાણ માટે “ભ, મહાવીર સ્વામીની પ્રતિમા ભરાવી. તેની ભટ્ટા. વિજયાનંદ સૂરિની આજ્ઞાથી ભટ્ટા, વિજયરાસસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(જિનાલયમાં બિરાજમાન પ્રતિમા ઉપરનો લેખ)”
સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ ચંગપોળના વિસ્તારના દેરાસર તરીકે થયેલો છે. અને તે વિસ્તાર સારંગપુરના વિસ્તાર તરીકે ઓળખાતો હતો, જેનો નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ આવે છે. સંભવ છે કે ચંગપોળથી ઓળખાતો વિસ્તાર ધીમે ધીમે સ્થળોના નામકરણ સાથે નાનો થતો ગયો હોય. એ પૈકીમાંના કેટલાક વિસ્તારને નવું નામકરણ આપવામાં આવ્યું હોય, જેમાં શરૂઆતમાં ગોઠવાલની પોળ અને ત્યારબાદ ખાડિયાભાણસદાવ્રતની પોળનાં નામથી આ દેરાસરની આસપાસનો વિસ્તાર ઓળખાતો હશે.
ચંગપોલ લીબડા તણી સારંગપુર જાંણિ
દરવાજે સારંગપુરે એકેક મન આણિ છે” સં. ૧૯૬રમાં જૈન ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. દેરાસર બંધાયાની સાલ તરીકે સં. ૧૮૦૦નો ઉલ્લેખ થયેલો છે.
વળી, સં. ૧૭૧૦ના લેખવાળી બીજી પ્રતિમા દોશી પનિયા પરિવાર દ્વારા જ જમાલપુર ટોકરશાની પોળના મંદિરમાં પ્રતિષ્ઠિત થયાનો પણ ઉલ્લેખ મળે છે.
ટૂંકમાં, આ દેરાસરનો સમય સં૧૮૦૦ની આસપાસ હોવાનો વિશેષ સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org