________________
૪૪
રાજનગરનાં જિનાલયો પોરવાડનો ખાંચો સારંગપુર તળિયાની પોળ
પદ્મપ્રભુ (સં. ૧૯૧૮) સારંગપુર તળિયાની પોળમાં પોરવાડના ખાંચામાં પદ્મપ્રભુનું દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસર સં. ૧૯૧૮માં બંધાવ્યાનો સ્પષ્ટ નિર્દેશ મળે છે.
સં. ૧૯૬૩માં પ્રસિદ્ધ થયેલી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર ઘુમ્મટબંધ દર્શાવવામાં આવ્યું છે. અને દેરાસર બંધાવનારનું નામ જેઠાભાઈ દીપચંદ દર્શાવવામાં આવ્યું છે. દેરાસરમાં તે સમયે પાષાણની ૯ પ્રતિમાઓ અને ધાતુની ૨૬ પ્રતિમાઓ હોવાનો ઉલ્લેખ છે.
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ . દેરાસર તરીકે થયેલો છે. અને બંધાવનારનું નામ શેઠ મણિલાલ સાકરચંદ દર્શાવવામાં આવ્યું છે. અને બંધાવ્યાનો સંવત ૧૯૧૮ દર્શાવવામાં આવ્યો છે. વહીવટદાર તરીકે તે સમયે શેઠ લાલભાઈ મણિભાઈના નામનો ઉલ્લેખ થયેલો છે. મૂળનાયક પર સં૧૯૦૩નો લેખ હોવાનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
દેરાસરની એક દીવાલ પર લેખ પણ મળી આવે છે, જેમાં આ દેરાસર સં. ૧૯૧૮માં બંધાયાનો ઉલ્લેખ છે. તેમાં શ્રીમાળી જ્ઞાતિના ઝવેરચંદના પુત્ર હેમચંદ્ર જે સતિયાના નામથી પ્રસિદ્ધ હતા, તેમના પુત્ર દીપચંદ અને દીપચંદના પુત્ર જેઠાભાઈના પરિવારે નવીન જિનાલયમાં પદ્મપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ છે.
લેખમાં સં૧૯૧૮માં મહાસુદ પાંચમને દિવસે પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ છે. જ્યારે સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભા-૧-૨-૩-૪માં પદ્મપ્રભુના આ દેરાસરની વર્ષગાંઠ વૈશાખ સુદ સાતમ દર્શાવવામાં આવી છે. અને આજે પણ ઉપલબ્ધ થયેલ સ્થાનિક માહિતીને આધારે દેરાસરની વર્ષગાંઠ વૈશાખ સુદ સાતમે ઊજવવામાં આવે છે. વર્ષગાંઠની તિથિનો આ ફેરફાર સં. ૧૯૧૮થી સં૧૯૭૯ દરમ્યાન થયેલો છે. વર્ષગાંઠના આ ફેરફાર અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org