________________
સારંગપુર તળિયાની પોળ
સહસ્ત્રફણા પાર્શ્વનાથ (સં. ૧૯૧૨ પહેલાં) આ દેરાસર ઘુમ્મટબંધી ભોંયરાવાળું છે. ભોંયરામાં મૂળનાયક મહાવીર સ્વામી છે. સહસ્રફણા પાર્શ્વનાથ તથા સુમતિનાથજી એમ બે દેરાસરો સંયુક્ત થયેલા છે. સુમતિનાથ ભગવાનની સાથે ગોડી પાર્શ્વનાથ, પાર્શ્વનાથ, પદ્મપ્રભુ, આદીશ્વર અને શાંતિનાથ ભગવાનના ગર્ભગૃહો છે.
સં. ૧૯૬૨માં લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં સારંગપુરના એક ચૈત્યનો ઉલ્લેખ જોવા મળે છે. જો કે તે મહાવીર સ્વામીનું ચૈત્ય છે. ચૈત્ય પરિપાટીમાં “પ્રેમાપુર'ના દેરાસર પછી “સારંગપુરના ચૈત્યનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે.
વીર ભુવની શત બિંબ નામા (મો) એ પ્રેમાપુરતીય પાંતીસ
સારિંગપુરિ ચુવીસમો એ પડિમા ઉગણત્રીસ !” સં. ૧૮૨૧માં જ્ઞાનસાગરગણિકૃત “તારાચંદ સંઘવી રાસ”માં સારંગપુર દરવાજા પાસે એક ચૈત્યનો ઉલ્લેખ આવે છે. જો કે તેમાં મૂળનાયકના નામનો ઉલ્લેખ નથી. નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ છે :
“ચંગ પોલ લીબડા તણી સારંગપુર જાંણિ
દરવાજે સારંગપુરે એકેક મન આણિ છે” ત્યારબાદ સં૧૯૧૨માં રત્નવિજયજીની રાજનગરની “તીર્થમાલા” માં પાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ જોવા મળે છે, જે નીચે મુજબ છે :
“ગોડવાલની પોલ સમાજ જિનરાજ મહાવીર મહારાજ
પુર સારંગ તલીયા જાણ પ્રભુ પારસ અભિનવ ભાણ !” સમગ્ર દેરાસરને બાજુના ઉપાશ્રય સાથે જોડી દેવામાં આવ્યું છે.
સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસરનો જીર્ણોદ્ધાર આશરે ૧૫૦ વર્ષ અગાઉ થયેલો છે. અને ચારસો વર્ષ જૂનું માનવામાં આવે છે. પરંતુ તે અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org