________________
૩૩
રાજનગરનાં જિનાલયો
૧૯મી સદીમાં હિન્દમાં આવેલા શ્રી જેમ્સ સેમ્યુઅલસન આ મંદિરને ભૂલથી બૌદ્ધ મંદિર કહે છે. પણ એની બાંધણી માટે આ પ્રમાણે લખે છે
..........સ્થાપત્યની બારીકાઈઓની દષ્ટિએ તે સંપૂર્ણ રીતે પૂર્ણ છે. અંદરના આરસની છત કદાચ ભારતભરમાં ઉત્તમોત્તમ છે.”
આ મંદિરમાં પ્રશસ્તિ લેખ છે. લેખની ઊંચાઈ ૨ ફીટ ૯ ઇંચ અને પહોળાઈ એક ફૂટ શા ઇંચ લેખ છે. લેખની પંક્તિઓ ૩૯ છે. ભાષા સંસ્કૃત અને શ્લોકમય છે. શ્લોક સંખ્યા ૩૪ છે. સાર આ પ્રમાણે :
અમદાવાદ નગરમાં અંગ્રેજ બહાદુર કંપની સરકારના રાજ્ય અમલ વખતે, ઉદ્દેશ (ઓસવાલ) વંશમાં જીવદયા ધર્મ પાળનાર શાહ શ્રી નિહાલચંદ્ર નામે એક પ્રસિદ્ધ પુરુષ થયો. તેનો પુત્ર શાહ શ્રી ખુસાલચંદ્ર થયો. તેની માણકી નામે ધર્માત્મા પત્ની હતી. તેના ઉદરે કેશરીસિંહ નામે પુત્ર અવતર્યો. જેને સૂરજ નામે પત્નીથી સુપ્રસિદ્ધ શેઠ શ્રી હઠીસિંહ નામે સુતરત્ન થયો. જેણે જાતે જ વિપુલ દ્રવ્ય મેળવ્યું અને પોતાને હાથે જ મુક્ત હસ્તે ખાધું ખચ્યું. તે શેઠે અમદાવાદની ઉત્તર બાજુએ એક ભવ્ય વાડી બનાવીને તેની અંદર સુંદર નવીન જિનમંદિર બંધાવ્યું અને અનેક જિનપ્રતિમાઓ કરાવી. એ મંદિર બાવન જિનાલયવાળું છે. એને ત્રણ માળ અને ત્રણ શિખર છે. બે રંગમંડપો છે. એવા એ મનોહર મંદિરની અંદર શાંતિસાગરસૂરિના હાથે પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી. (શ્લો. ૧-૮)
૯માંથી ૧૨મા શ્લોક સુધી ગુજરાત દેશ અને અમદાવાદ શહેરનું વર્ણન આપ્યું છે. એ જ શહેરમાં વ્યાપારીઓનો આગેવાન અને અખૂટ ધનનો સ્વામી એવો એ પૂર્વે જણાવેલો હઠીસિંહ નામે શેઠ રહેતો હતો. તેને એક રુકમણી અને હરકુંવર નામે સુચતુર પત્ની હતી. જયસિંહ નામે તેમનો સુપુત્ર હતો. જ્યારે હઠીસિંહ શેઠ સ્વર્ગે ગયા ત્યારે તેમના કથનાનુસાર તેમની સુશીલ સ્ત્રી હરકુંવરે ઉપર વર્ણવેલું મંદિર વગેરે સઘળું કામ પૂર્ણ કરાવ્યું હતું. શેઠાણી હરકુંવર જો કે સ્ત્રી હતી પરંતુ તેણે પુરુષો પણ ન કરી શકે એવાં મહાન કામો કર્યા હતાં. (શ્લોક ૧૬) તેણે ઉક્ત મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગામેગામ કુંકુમ પત્રિકાઓ અને દૂતો મોકલીને સઘળા ઠેકાણેના ચતુર્વિધ સંઘોને આમંત્રણ આપ્યું હતું. તદનુસારે હજારો ગામોના લોકો અને સંઘો હર્ષભેર અમદાવાદ આવ્યા હતા. અનેક આચાર્યો અને સંઘપતિઓ સાથે સંઘ લઈને આવ્યા હતા. એકંદર, ચાર લાખ મનુષ્યો એ વખતે ભેગા થયા હતા. શેઠાણી હરકુંવરે એ બધા સાધર્મીભાઈઓનું ઘણું ધન ખર્ચી સ્વાગત કર્યું હતું. સં૧૯૦૩ના માઘ માસની સુદ છઠના દિવસે પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ હતી અને આડંબરપૂર્વક જલયાત્રાનો મોટો વરઘોડો એ દિવસે કાઢવામાં આવ્યો હતો. પછી સાતમના દિવસે કુંભસ્થાપના કરવામાં આવી હતી. અને આઠમ-નવમના દિવસે નંદ્યાવર્તનું પૂજન કરવામાં આવ્યું હતું. દસમીના દિવસે દિકપાલ, ક્ષેત્રપાલનું પૂજન અને એકાદશીના દિવસે વીસસ્થાનકની પૂજા ભણાવવામાં આવી હતી. બારસના દિવસે શ્રાવકોએ સિદ્ધ ચક્રાદિનું પૂજન કર્યું હતું. અને તેરસના દિવસે અવન-મહોત્સવ રા-૫ '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org