________________
રાજનગરનાં જિનાલયો ઊજવવામાં આવ્યો હતો. ચતુદર્શીના દિવસે જન્મ મહોત્સવ અને પૂનમના દિવસે સ્નાત્ર મહોત્સવ રચવામાં આવ્યો હતો. માઘ વદિ એકમના દિવસે અષ્ટાદશાભિષેક કરવામાં આવ્યો અને બીજના દિવસે પાઠશાળા ગમનોત્સવ થયો. ત્રીજના દિવસે વિવાહ-મહોત્સવ, ચોથના દિ સે દીક્ષા મહોત્સવ અને પાંચમના દિવસે નેત્રોન્સીલન(અંજન શલાકા)ની ક્રિયા કરવામાં ૨ વી. છઠથી લઈને દશમી સુધી, મંદિર ઉપર ધ્વજ, કલશ, દંડની સ્થાપના સાથે પ્રસાદ પ્રતિષ્ઠા કરાવવામાં આવી. મૂલનાયક તરીકે શ્રી ધર્મનાથ તીર્થંકરની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી.
આ પ્રશસ્તિ, બૃહત્નરતર ગચ્છની ક્ષેમશાખાવાળા મહોપાધ્યાય હિતપ્રમોદના શિષ્ય પં. સરૂપે બનાવી, મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ વનમાલીદાસના પુત્ર વિજયરામે લખી અને સલાટ ૨ માનના પુત્ર ઇસફે કોતરી હતી.
આજે હઠીસિંહના દેરાસરમાં પાષાણની ૨૩૮ પ્રતિમાજીઓ, ધાતુની ૮૩ પ્રતિમાજીઓ તથા ૨૧ યંત્રો છે. ઉપરાંત, શ્રી મહાવીર ભગવાનની ૨૫૦૦મી નિર્વાણ તિથિ નિમિત્તે બનાવેલ એક કીર્તિસ્તંભ છે. તેની ઊંચાઈ ૭૨ ફૂટ છે. ૧૨૫ પગથિયાંવાળો મિનારો બનાવવામાં આવેલ છે જેમાં નીચે ગુલાબી આરસના શ્રી મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન છે. તથા શ્રી રાજેશ્વર ભગવાન અને શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં પગલાં છે. દેરાસરની પાછળ નંદાવ્રતનો સાથિયો આવેલો છે, જેના ત્રણ છેડા મળે છે પરંતુ ચોથો છેડો મળતો નથી.
વાડીની વિશાળ જગ્યામાં ઉપાશ્રય, આયંબિલ શાળા, ભોજનશાળા તથા આધુનિક સુવિધાવાળી ધર્મશાળા છે.
પ્રસ્તુત દેરાસરનો પ્લાન ગ્રંથના અંતે ચિત્રક્રમાંક-૧માં રજૂ કરવામાં આવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org