________________
૨૦
રાજનગરનાં જિનાલયો અભૂતપૂર્વ બંધનું આયોજન કર્યું, પરિણામે ગૌવંશ હત્યાના પ્રતિબંધનો કાયદો સરકારને વટહુકમ દ્વારા બહાર પાડવો પડ્યો. ઇતિહાસમાં જૈન સંઘોની ઠંડી તાકાતના જે વિરલ પ્રસંગો સાંભળવા મળે છે, તેમાંના એક એવા એ પ્રસંગે ગુજરાતના જાહેર જીવનમાં જૈન સમાજનો પ્રભાવ કેવો તો હોઈ શકે છે તેની પ્રતીતિ સમગ્ર દેશને કરાવી.
રાજનગરનાં જૈન દેરાસરોમાં કાળુશીની પોળનાં દેરાસરો ખૂબ જ પ્રાચીન છે. આ દેરાસરોમાં એક બાળક ઠેઠ એના બાળપણથી રોજ દર્શન કરતો હતો. જૈન કુળમાં જન્મેલા એ બાળકમાં જૈનત્વના સંસ્કારો સુદઢપણે સીંચાયેલા. તે બાળક યુવાનવયે ગ્રેજ્યુએટ થયા પછી સંયમજીવનનો માર્ગ અપનાવે છે અને સમય જતાં આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજીના નામે પ્રસિદ્ધ થાય છે. તેઓએ અનેક જૈનશિબિરોનું આયોજન કરીને જૈન શાસનના પ્રભાવને માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં પણ વિસ્તાર્યો હતો. રાજનગરના વાસણા વિસ્તારમાં આવેલ પંકજ સોસાયટીના ઉપાશ્રયમાં તેઓ કાળધર્મ પામ્યા હતા; બે વર્ષ બાદ તે જ વિસ્તારમાં તેમના પુણ્ય સ્મારક રૂપે તૈયાર કરવામાં આવેલ ગુરુમંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગે રાજનગરે ફરી એક ભવ્ય રથયાત્રાનાં દર્શન કર્યા અને જૈન શાસનની પ્રભાવના વધે તેવા પ્રદર્શનો તે સમયે યોજાયાં. આ સમગ્ર પ્રસંગે ફરી રાજનગરના જૈન સમાજમાં અનેરો ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ પ્રગટ્યા અને રાજનગરની સમસ્ત પ્રજા તેની સાક્ષી બની ! .
હે રાજનગર ! તું સાચા અર્થમાં જૈનપુરી છે, જૈન તીર્થ છે. શત્રુંજયની નવ ટ્રકોમાં પાંચ ટૂકો રાજનગરના જૈન શ્રેષ્ઠીઓએ નિર્માણ કરેલી છે. જૈનોના મુખ્ય તીર્થ શત્રુંજયનો વહીવટ રાજનગરના જૈન સંઘ હસ્તક હતો અને આજે આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા થાય છે, જેનું મુખ્ય કાર્યાલય રાજનગરમાં જ છે.
હે રાજનગર ! જૈન શાસનના પ્રભાવને કારણે તારી નગરરચના પણ જીવદયાના પ્રતીક સમાન છે. શહેરમાં દરેક પોળની રચનામાં પરબડીનું સ્થાન અનિવાર્ય હતું. શહેરમાં તે સમયનાં મકાનોની બહારની દીવાલોમાં પક્ષીઓને રહેવા માટેની બખોલની પણ ખાસ રચના કરવામાં આવતી. શહેરના હાર્દ સમા અને આજે રિલીફરોડના નામથી પ્રચલિત વિસ્તારમાં ‘અમદાવાદપાંજરાપોળ' નામની સંસ્થા વર્ષોથી જીવદયાની પ્રવૃત્તિ ખૂબ જ મોટા પાયે કરતી આવી છે.
આ જ કારણે તે રાજનગર ! તને “એક તીર્થ તરીકે ગણવામાં આવતું હતું. સં. ૧૬૬૨ની લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં રાજનગરની એક તીર્થ તરીકે ગણના કરવામાં આવી હતી. સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં સુરતથી રાજનગરની તીર્થયાત્રાએ આવેલા સંઘનું વર્ણન છે. આ સંઘે સરસપુરમાં પડાવ કર્યો હતો. દસ દિવસ માટે સંઘે અહીં મુકામ કર્યો હતો. અને એ દસ દિવસો દરમ્યાન સંઘે રાજનગરનાં તે સમયે વિદ્યમાન તમામ દેરાસરોમાં દર્શન-પૂજા-ચૈત્ય વંદન આદિ વિધિપૂર્વક આરાધના કરી હતી. સં૧૯૧૨માં રત્નવિજયે અમદાવાદની તીર્થયાત્રા કરી હતી તેનું તેમણે કરેલું વર્ણન ચાર પાનાની હસ્તપ્રતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org