________________
રાજનગરનાં જિનાલયો
છે. આમ, હે રાજનગર ! તું જૈનોની જૈનપુરી છે, જૈન તીર્થ છે. દસમા સૈકાથી આશાપલ્લી, કર્ણાવતી અને અમદાવાદ-એમ તારાં વિવિધ નામકરણો રાજકીય પરિસ્થિતિ અનુસાર ભલે થયાં હશે પરંતુ તારો અસલ રંગ એ તીર્થનો રંગ છે; તારામાં “તીર્થ' એક “પુરી” બન્યું છે.
હે રાજનગર ! તારો તો એવો પ્રભાવ છે કે કલકત્તાનાં કાલીમાતાને રાજનગરમાં આવવું હોય તો પોતાનું રૌદ્ર સ્વરૂપ છોડીને ભદ્રસ્વરૂપ ધારણ કરવું પડે છે; એમણે “ભદ્રકાળી' બનવું પડે છે !
ભારતભરમાં સૌથી વધુ જૈન દેરાસરોનું નિર્માણ અહીં થયું છે. સૌથી વધુ જૈનમંદિરો મુસ્લિમકાળ દરમ્યાન અહીં તૂટ્યાં છે અને આજે સૌથી વધારે સંખ્યામાં જૈન મંદિરો રાજનગર ! તારામાં જ વિદ્યમાન છે.
હે રાજનગર ! આચાર્ય જિનચંદ્રસૂરિ, આચાર્ય જિન માણિકય સૂરિ, આચાર્ય હર વિજય સૂરિ, આચાર્ય વિજય સેન સૂરિ, આચાર્ય દેવ સૂરીશ્વરજી, આચાર્ય આનંદસૂરીશ્વરજી. આચાર્ય રાજસાગર સૂરિ, ઉપાધ્યાય યશોવિજયજી, સૌભાગ્ય વિજયજી, રૂપ વિજયજી, પં. વીરવિજયજી, આચાર્ય દાનસૂરીશ્વરજી, આચાર્ય નેમિસૂરીશ્વરજી, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી, આચાર્ય સિદ્ધિ સૂરીશ્વરજી (બાપજી મહારાજ) વગેરે અનેક આચાર્યો-ભગવંતોનાં પુનિત પગલાંથી તારી ધરતી પાવન થઈ છે. એવા હે તીર્થ સ્વરૂપ-જૈનપુરી-રાજનગર ! તને અમારાં કોટિ કોટિ વંદન !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org