________________
રાજનગરનાં જિનાલયો
૧૯
‘રિલીફ રોડ’ અથવા ‘તિલક રોડ'ના નામથી પ્રચલિત છે. આ રોડ જ્યારે તૈયાર થયો ત્યારે સૌ પ્રથમ કોઈ અંગ્રેજ અમલદારની સવારી કે કોઈ શ્રીમંત કુટુંબના લગ્નપ્રસંગનો વરઘોડો આ રોડ ઉપરથી પસાર થયો ન હતો. પરંતુ એક દંપતિની જૈન દીક્ષાનો ભવ્ય વરઘોડો આ રોડ ઉપરથી પસાર થયો હતો. આજે રિલીફ રોડ ઉપર આવેલા શેખના પાડાના રહીશ અને તે સમયે જેમનું સંસારી નામ ‘કાંતિભાઈ કેશવલાલ કડિયા' હતું, તે અને તેમનાં ધર્મપત્ની બંનેએ એકસાથે દીક્ષા લીધી હતી. અને તેઓ બંને એકસાથે રથમાં બેસીને સંયમના માર્ગ ઉપર રિલીફ રોડ ઉપર આગળ વધ્યા હતાં. શ્રી કાંતિભાઈ કડિયા પંન્યાસ મહારાજ ભદ્રંકર વિજયના શિષ્ય બન્યા અને દીક્ષાસમયે શ્રી કલ્યાણપ્રભવિજય નામ ધારણ કર્યું હતું. રાજનગરે ત્યારબાદ દીક્ષાનાં અનેક ભવ્ય મહાત્સવોનાં દર્શન કર્યાં છે અને છેલ્લે રાજનગરના જૈન સંઘે પરમ પૂજ્ય આચાર્ય વિજય રામચંદ્રસૂરીશ્વરજીના છેલ્લા શિષ્ય હિતચિ વિજય-જેઓનું સંસારી નામ અતુલ શાહ હતું — તેમની દીક્ષાનો એક ભવ્ય પ્રસંગ ઊજવ્યો. રાજનગરના સરદાર પટેલ સ્ટેડિયમમાં આ દીક્ષા મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. રાજનગરનો સમગ્ર જૈન સમુદાય ઉલ્લાસ અને ઉમંગભેર દીક્ષાના એ વરઘોડાને જોવા માટે ઊમટી પડ્યો હતો. આ પ્રસંગનું નિરીક્ષણ કરવા માટે દેશવિદેશના અનેક પત્રકારો રાજનગરમાં આવી પહોંચ્યા હતા. ફરી એક વાર ગુજરાતે અને સમગ્ર દેશે રાજનગરની અને સમગ્ર જૈન સંઘની એકતાનાં અને શક્તિનાં દર્શન કર્યાં. મુંબઈના હીરાના વેપારી અને કરોડપતિ મા-બાપનો ગ્રેજ્યુએટ થયેલો યુવાન પુત્ર સરદાર પટેલ સ્ટેડિયમમાં લાખોની માનવમેદનીની વચ્ચે સંયમમાર્ગ ગ્રહણ કરતી વેળાએ નાચી ઊઠ્યો હતો.
અમદાવાદના કેન્દ્ર સમા ભદ્ર વિસ્તારમાં કાલી માતાનું મંદિર છે. અગાઉ કાલી માતાના મંદિરમાં વર્ષમાં એક વાર બકરાનો જાહેરમાં વધ કરવાની એક પરંપરા ચાલી આવતી હતી. આચાર્ય વિજયરામચંદ્રસૂરીશ્વરજીએ તે સમયે આ પ્રથા બંધ કરાવવા માટે એક શાંત પણ પ્રચંડ આંદોલન ચલાવ્યું, જેના પરિણામ રૂપે એ પ્રથાનો અંત આવી શક્યો.
· જીવદયાનો આ સંદેશ એ જૈનશાસનનો મુખ્ય સંદેશ છે. જીવદયાની ભાવનાને હાનિ પહોંચાડે તેવી કોઈપણ ઘટના જૈન સંઘની ચેતનાને જાગ્રત કરે છે, સક્રિય કરે છે, પ્રવૃત્ત કરે છે. તેવા સમયે જૈન સંઘ સમગ્ર ગુજરાતની પ્રજાને પોતાનું નેતૃત્વ પૂરું પાડે છે અને ક્યારેક તો સમગ્ર દેશની પ્રજાને પણ માર્ગદર્શન પૂરું પાડે છે.
ગીતાબહેન રાંભિયા નામનાં એક જૈન શ્રાવિકાએ જીવદયાના કાર્યને પોતાનું મુખ્ય ધ્યેય બનાવ્યું હતું. તેમણે ગાયોની ગેરકાયદેસર કત્લ કરનારાઓની સામે જેહાદ શરૂ કરી હતી. પરંતુ આર્થિક હિતોના લોભમાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ આંબાવાડી વિસ્તારમાં સી એન વિદ્યાલયની સામે રોડ ઉપર જ ગીતાબહેન રાંભિયાની ક્રૂર હત્યા કરી નાંખી. સમગ્ર ગુજરાતના અને ગુજરાત બહારના તમામ જૈન સંઘોએ પોતાની ઠંડી તાકાતનો પરચો તે સમયે બતાવ્યો. ગામેગામના જૈન સંઘોએ સ્વયંભૂ રીતે બંધ પાળ્યો. આ જૈન સંઘોને ગામેગામની અને ગુજરાતનાં તમામ શહેરોની પ્રજા અનુસરી અને સમગ્ર ગુજરાતે સતત ત્રણ દિવસ ભારે સંયમ દાખવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org