________________
૧૭
રાજનગરનાં જિનાલયો કેટલીક પોળોમાં આવેલાં દેરાસરોમાં માત્ર એક કે બે કુટુંબો પૂજાનો લાભ લે છે. સમયની આ કેવી બલિહારી ! આજે શહેરના કોટવિસ્તારોમાં મોટા ભાગનાં દેરાસરોની જાળવણી અને સાચવણીની સમસ્યા વધુ ને વધુ ઘેરી બનતી જાય છે. અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં સો વર્ષથી પણ વધુ પ્રાચીન એવાં ૧૦૦થી પણ વધુ દેરાસરો છે. સો વર્ષ પૂરાં થયાં હોય તેવું કોઈપણ દેરાસર તીર્થ બની જાય છે. આવા સો તીર્થોની જાળવણી અને સાચવણી એ રાજનગરના જૈન સમાજ માટે અને રાજનગરના શ્રી સંઘ સામે મોટો પડકાર છે. આ પડકારને પહોંચી વળવાની, સારી રીતે પાર પાડવાની ક્ષમતા અને આગવી કોઠાસૂઝ શ્રી સંઘમાં છે જ. આચાર્ય ભગવંતશ્રીઓની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ સમસ્યા પણ રાજનગરનો સંઘ અને તેના જૈન અગ્રણીઓ હલ કરશે જ તેવી શ્રદ્ધા અસ્થાને નથી જ.
આશાપલ્લી નગરી આજના જમાલપુર દરવાજા બહાર કેલિકો મિલના પાછળના ભાગના વિસ્તારથી શરૂ થઈને બહેરામપુરા, કાંકરિયા, મણીનગર, વટવા, ઇસનપુર, શાહઆલમ, નવા ગામ વગેરે વિસ્તારોમાં વિસ્તરેલી હતી. ત્યાં જૈનોની વસ્તી ઘણી હતી. અને તે વિસ્તારોમાં ભાભા પાર્શ્વનાથનું ભવ્ય બાવન જિનાલય, અરિષ્ટ નેમિપ્રાસાદ વગેરે મોટાં જૈન મંદિરો અસ્તિત્વ ધરાવતાં હતાં. ત્યારબાદ અમદાવાદના ઘણા પરા વિસ્તારોમાં જૈનોની વસ્તી કેન્દ્રિત થઈ હતી. અમદાવાદનો સરસપુરનો વિસ્તાર એક સમયે જૈનોની વસ્તીથી ધબકતો હતો. ઉપરાંત ગોમતીપુર, રાજપુર, અમરાઈવાડી, અસારવા, જહાંગીરપુરા વગેરે વિસ્તારો પણ જૈનોની વસ્તીથી ધબકતા હતા. આ વિસ્તારોમાં આજથી ૪૦૦ વર્ષ પહેલાં અનેક ભવ્ય જિનાલયો વિદ્યમાન હતાં પરંતુ અમદાવાદના રાજ્યકર્તાઓએ કોટ વિસ્તારનું, બહારના આક્રમણથી રક્ષણ કરવામાં પરાઓની સલામતીની પૂરતી વ્યવસ્થા કરી નહીં કે કરી શક્યા નહીં. તેના પરિણામે તે વિસ્તારોમાં અનેક બાહ્ય હુમલાઓ થયા. વસ્તી વેર-વિખેર થતાં થતાં ક્રમશઃ ઘણી ઓછી થઈ ગઈ. એ વિસ્તારના ધંધા-રોજગાર ભાંગી પડ્યા. અને જિનાલયો નષ્ટ થઈ ગયાં. તે સમયે જૈન કુટુંબોની કેટલીક વસ્તી ત્યાંથી થોડાક માઈલના અંતરમાં નાના-નાના કસબાઓ અને ગામોમાં સ્થળાંતર કરી ગઈ, અથવા તો અન્ય બીજા વધુ સલામત સ્થળોએ ખસી ગઈ, જ્યારે કેટલીક વસ્તી શહેરના કોટવિસ્તારમાં સ્થાયી થઈ. આમ શહેરના પૂર્વ વિસ્તારોમાં જૈનોની વસ્તી ઘણી
ઓછી થઈ ગઈ અને કોટવિસ્તારમાં જૈનોની વસ્તી વધી. ત્યારબાદ ધીમે-ધીમે જૈન કુટુંબોની વસ્તી અગાઉ જણાવ્યા પ્રમાણે શહેરના નદી પારના પશ્ચિમ વિસ્તારોમાં વધુ કેન્દ્રિત થવા માંડી છે. ઉપરાંત, શહેરના પૂર્વ વિસ્તારનાં પરાંઓમાં પણ જૈન કુટુંબોની વસ્તી વધવા માંડી છે, જે કારણે સરસપુર, ગોમતીપુર, વટવા, અમરાઈવાડી, મણિનગર, ઇસનપુર વગેરે વિસ્તારોમાં નવાં જૈન મંદિરોનું નિર્માણ થયું છે. ઉપરાંત, સૈજપુરબોઘા અને નરોડાની આસપાસનો વિસ્તાર, જેમાં મુખ્યત્વે કૃષ્ણનગર અને મહાસુખનગરના નામે ઓળખાતા રહેઠાણ સંકુલોમાં જૈનોની વસ્તી ખૂબ વધવા માંડી છે. મુખ્યત્વે મધ્યમ વર્ગનાં જૈન કુટુંબોની વસ્તી અહીં કેન્દ્રિત થવા માંડી છે. તે જ પ્રમાણે ખાનપુર, શાહીબાગનો વિસ્તાર, વાડજ, સાબરમતી, ઉસ્માનપુરા વગેરે વિસ્તારોમાં ફરી એક વાર જૈન મંદિરોનાં આરતી અને મંગલદીવાના ઘંટારવ દૂર દૂર સુધી સંભળાવા માંડ્યાં છે. રા-૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org