________________
૧૬
ગયાં. ધીમે ધીમે આ પ્રકારની બીજી પણ કેટલીક જૈન બૉર્ડિંગો શરૂ થઈ.
આમ આર્થિક રીતે સંપન્ન થઈ રહેલો જૈન સમાજ આધુનિક કેળવણી પ્રાપ્ત કરીને ખૂબ જ પ્રગતિ કરી શક્યો. અમદાવાદ માત્ર ઔદ્યોગિક કેન્દ્ર જ ન રહ્યું, પરંતુ સમસ્ત ગુજરાતનું શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક ધામ પણ બની રહ્યું. તેના પરિણામે અમદાવાદમાં જૈનોની વસ્તી ખૂબ વધવા માંડી. નદી પારના પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં જૈનોની વસ્તી વધુ ને વધુ સ્થાયી થવા માંડી. તે કારણે અમદાવાદમાં, ઈ. સ. ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થયો ત્યારથી કે આજ સુધીમાં એટલે કે ૫૦ વર્ષના સમયગાળામાં, આશરે ૧૫૦ જેટલાં નવાં જૈન દેરાસરોનું નિર્માણ થયું. આજે આશરે ૨૬૦ જૈન દેરાસરો તથા આશરે ૮૦ ઘર દેરાસરો મળીને કુલ આશરે ૩૪૦ દેરાસરો અમદાવાદમાં વિદ્યમાન છે. તે પૈકી આશરે ૧૫૦ જૈન જિનાલયો ઈ. સ. ૧૯૪૭ પછીનાં બંધાયેલાં છે. આ સમય દરમ્યાન શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈનું નેતૃત્વ માત્ર રાજનગરના જ ઇતિહાસમાં નહીં, પરંતુ જૈન પરંપરાના સમગ્ર ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ બની રહેશે.
રાજનગરનાં જિનાલયો
તેઓએ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે ઘણા વર્ષો સુધી સેવાઓ આપી અને મુખ્યત્વે પ્રાચીન જૈન તીર્થોનાં જીર્ણોદ્ધારનાં કાર્યોને અગ્રિમતા આપી. તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ દેલવાડાનાં જૈન મંદિરો, રાણકપુર તીર્થ, કુંભારિયાજી તીર્થ, શ્રી તારંગા તીર્થ, શત્રુંજય તીર્થ વગેરેનો ખૂબ જ કાળજીપૂર્વક જીર્ણોદ્ધાર થયો અને મંદિરોના શિલ્પસ્થાપત્યના મૂળ સ્વરૂપને હાનિ પહોંચાડ્યા વિના જીર્ણોદ્ધારનાં કાર્યો કરવામાં આવ્યાં. અમદાવાદમાં શાંતિનાથની પોળમાં આવેલ શાંતિનાથજીના દેરાસરનો જીર્ણોદ્ધાર શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. કાષ્ટની કોતરણીનું કલાત્મક શિલ્પવિધાન તેના મૂળ સ્વરૂપમાં સાચવી રાખીને આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયો હતો. આ દેરાસર આજે પણ કાષ્ટની કોતરણીના કલાત્મક આવિષ્કારનું ઉત્તમ દૃષ્ટાંત છે. વળી, તીર્થોમાં આધુનિક સમયને અનુરૂપ સુવિધાઓવાળી ધર્મશાળાઓ પણ તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ બાંધવામાં આવી, જે કારણે અન્ય તીર્થોમાં પણ આધુનિક સુવિધાઓવાળી ધર્મશાળાઓ બાંધવાની પ્રથા શરૂ થઈ. જૈન કુટુંબોનો આજના જમાનાનો આધુનિક યુવા વર્ગ પણ જૈન તીર્થોના પૂજા-દર્શન વગેરેનો લાભ લઈ અરિહંત ભગવાનની આરાધનામાં મગ્ન બન્યો છે. તેથી જૈન શાસનનો પ્રભાવ ગમે તેવા બાહ્ય પરિવર્તનોની સામે પણ ટકી રહ્યો છે, વધી રહ્યો છે.
અમદાવાદમાં આશરે છેલ્લાં ૫૦ વર્ષ દરમ્યાન નદીપારના પશ્ચિમ વિસ્તારોમાં જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, તેનું એક વિપરીત પરિણામ પણ આવ્યું છે. શહેરના કોટવિસ્તારની જૈનોની મોટા ભાગની વસ્તી સ્થળાંતર કરીને શહેર બહાર વસવા માંડી અને કોટ વિસ્તારમાં જે જૈન વિસ્તારો ગઈ કાલ સુધી ધબકતા હતા એમાંના કેટલાક વિસ્તારોમાં જૈનોનાં આંગળીના વેઢે ગણીએ તેટલાં કુટુંબો પણ રહ્યાં નથી. એક સમય એવો હતો કે પતાસા પોળ જેવી પોળમાં ચાર મોટાં દેરાસરોની સાથે પચીસથી વધુ ઘર દેરાસરો હતાં. આજે કોટવિસ્તારની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org