________________
૧૯૬
રાજનગરનાં જિનાલયો
યાત્રા પૂરી કરવા કહ્યું અને એ રીતે યાત્રા પૂરી કરીને જ તેઓએ પાલીતાણા છોડ્યું. આ ઉજમબાઈ નગરશેઠ શ્રી પ્રેમાભાઈનાં ફઈ થતાં અને તેઓ ઉજમફઈના નામે વધુ જાણીતાં થયાં છે. પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજય ઉપર ઉજમફઈની ટૂંક ઉપરાંત અમદાવાદ, પાલીતાણા વગેરે શહેરોમાં ઉજમફઈના નામની ધર્મશાળાઓ પણ છે. અગાઉ જણાવ્યા મુજબ શેઠ વખતચંદ સં. ૧૮૭૦ના ફાગણ વદ ચોથના દિવસે મૃત્યુ પામ્યા ત્યારે તેમની પાછળ સં૧૮૭૦ના વૈશાખ સુદ નોમના દિવસે અમદાવાદ અને વડોદરા શહેરમાં નવકારશીની નાત જમાડવામાં આવી હતી. ૧૬
નગરશેઠ શ્રી હેમાભાઈ
(સં. ૧૮૪૦ થી સં. ૧૯૧૪) અમદાવાદના નગરશેઠ પદની પરંપરામાં નગરશેઠ વખતચંદ પછી તેમના પુત્ર હેમાભાઈ આ પદ શોભાવે છે. સં. ૧૮૪૦ના વૈ. સુ રને દિવસે હેમાભાઈ શેઠનો જન્મ થયો હતો. તેઓ બુદ્ધિમાન, વિદ્યાપ્રેમી, પ્રજાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ, ધર્મભાવનાશીલ અને પરગજુ તો હતા જ. ઉપરાંત, પોતાના કુટુંબના જાગ્રત વડીલ પણ હતા.
પોતાના પૂર્વજોના ઝવેરાતના ધંધાને તેમણે ચાલુ રાખ્યો. પરંતુ તે ઉપરાંત તેમણે શરાનો ધંધો ખૂબ વિકસાવ્યો હતો. તે સમયના પોતાના પ્રદેશનાં કેટલાંક રાજ્યોને પણ તેમણે લોન આપી હતી. તેમણે મોટા-મોટા શાહુકારોને, રાજાઓને નાણાં ધીરી સહાય આપી હતી. તેથી તેમને “જગતશેઠની ઉપમા મળી હતી.
પોતાના પૂર્વજોની જેમ જ તેઓ પણ જૈન ધર્મ અને જૈન ધર્મનાં તીર્થસ્થાનોના વિકાસની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલ છે. પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજય પર હિમાવસીની ટૂંક અને નંદીશ્વર દ્વીપની (ઉજમફઈની) ટૂંક બંધાવી હતી. તેમણે ત્રીસેક જેટલા સંઘો કાઢ્યા હતાં. અને મોટા મોટા પન્નાથી મઢેલો સોનાનો આશરે ૩૫૦૦ પાઉંડની કિંમતનો (ઇંગ્લેંડનું ચલણ) ભારે મુગટ શત્રુંજય તીર્થને ભેટ ધર્યો હતો. આ અંગે કર્નલ જેમ્સ ટોડે “Travels in western India” નામના પોતાના પુસ્તકમાં પૃ. ૨૯૫ર નોંધ કરી છે કે :
"Hema Bhaye, a rich banker of Ahmedabad, recently presented a crown of massive gold, studded with large sapphires, valued at a sum equivalent to f 3500.”
માતર, સરખેજ અને નરોડામાં પ્રતિમા–પ્રતિષ્ઠા કરી હતી. અને ઉમરાળામાં દેરાસર બંધાવ્યું હતું. ઉપરાંત માતર, પેથાપુર, ઉમરાળા, ગુંદી, સરખેજ, નરોડા વગેરે ઘણે સ્થળે હેમાભાઈ શેઠે ધર્મશાળા બંધાવી હતી.
| હેમાભાઈ શેઠે સં. ૧૮૯૩માં પાલીતાણાનો સંઘ કાઢ્યો હતો. જૈન તીર્થોનો વહીવટ કરવો અને મહાજન પાંજરાપોળની વ્યવસ્થા કરવી તે તેમનાં ઉલ્લેખનીય જાહેર કાર્યો હતાં. માત્ર, ધર્મસ્થાનો બંધાવવાં કે સંઘો સ્થાપવાની પ્રવૃત્તિમાં જ અટકી જવાને બદલે ધાર્મિક તીર્થોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org