________________
૧૯૪
રાજનગરનાં જિનાલયો
તેમાં ૧૦૦ રૂાની આવકે ચાર આના શેઠ ખુશાલચંદ અને તેમના પુત્રો તથા વારસદારોને પણ આપવા.’
શેઠ ખુશાલચંદને તે સમયની રાજકીય કિન્નાખોરીનો ભોગ પણ બનવું પડ્યું હતું. સં. ૧૭૯૯થી ૧૮૧૪ (ઈ. સ. ૧૭૪૩થી ઈ. સ. ૧૭૫૮)ના સમય દરમ્યાન ગુજરાતમાં હરીફ મોગલ ઉમરાવોની લડાઈમાં મરાઠાઓ ફાવી ગયા. સં. ૧૭૯૯ના સમય દરમ્યાન (ઈ. સ. ૧૭૪૩) મરાઠા નેતા રંગોજીએ પૈસા મેળવવા માટે નગરશેઠ ખુશાલચંદને કસ્ટડીમાં પણ પૂર્યા હતાં, જ્યાંથી તેઓ છટકી ગયા. મહારાજા અભેસિંહે રતનસિંહ ભંડારીને અમદાવાદનો વહીવટ સોંપ્યો. એક વર્ષ પછી ખુશાલચંદ શેઠને રતનસિંહ સાથે ન બનવાથી શહેર છોડી ખંભાત થઈ જુનાગઢ વસવાટ કરવો પડ્યો હતો. ખુશાલચંદ શેઠની ગેરહાજરીને કારણે સં. ૧૭૯૩-૯૪ (ઈ. સ. ૧૭૩૭-૩૮)નું વર્ષ અમદાવાદને બહુ ભારે ગયું.
આમ, રાજકીય કાવાદાવાથી સભર તેમના જીવનપ્રસંગો જોતાં તેઓ એક મુત્સદ્દી વણિક તો જણાઈ આવે છે. કેટલાક ટીકાકારો તેમની ટીકાઓ પણ કરે છે. તો કેટલાક ટીકાકારો રાજસત્તા સાથે સતત લડત આપનાર એક જાગ્રત વ્યક્તિ તરીકે તેમની પ્રશંસા પણ કરે છે. સં. ૧૮૦૪ (ઈ. સ. ૧૭૪૮)માં તેઓ મૃત્યુ પામ્યા. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર કોમિસેરિયટ જણાવે છે: “ઈ. સ. ૧૭૪૮માં પ્રખ્યાત જૈન અમીર અમદાવાદના આગેવાન હિંદુ નેતા ખુશાલચંદ નગરશેઠ નોંધપાત્ર કારકિર્દી બાદ પોતાના માદરે વતનમાં મૃત્યુ પામ્યા.'
૩,૧૫
નગરશેઠ નથુશા (સં. ૧૭૯૦ આસપાસ)
નગરશેઠ ખુશાલચંદના પહેલી સ્ત્રીથી થયેલ પુત્ર નથુશા અને ત્રીજી સ્ત્રી ઝમકુ વહુથી થયેલ પુત્ર વખતચંદ - આ બંને પુત્રો અમદાવાદના નગરશેઠ થયા હતા. મુગલ અને મરાઠા એ બંને સત્તાઓએ એમને માન્ય રાખ્યા હતા. નગરશેઠ ખુશાલચંદની જેમ જ તેમના આ બંને પુત્રોનાં નામ પણ અમદાવાદ શહેરને બચાવવા માટે જાણીતા છે.
કંપની-સરકાર વતી બંગાળના લશ્કરના બ્રિગેડીયર જનરલ ગોડડ ઈ. સ. ૧૭૮૦માં પેશ્વાના ઑફિસરો પાસેથી અમદાવાદ મેળવવાનો પ્રયત્ન કર્યો. તે માટે જનરલ ગોડડ અમદાવાદ પાસે આવીને પડાવ નાંખ્યો. અમદાવાદમાં ખાનજહાન દરવાજા પાસેની દીવાલોમાં ગાબડાં પડ્યાં. જનરલ ગોડના લશ્કરથી શહેરની પ્રજા અને શહેરની માલ-મિલકતને બચાવવા માટે શહેરના આગેવાન નાગરિકોનું એક પ્રતિનિધિ મંડળ નથુશા શેઠની આગેવાની હેઠળ જનરલ ગોર્કાડને મળવા માટે ગયું. જનરલ ગોર્કાડને મળીને અમદાવાદ શહેરને હુમલા અને લૂંટના ભયથી બચાવવા માટે પ્રાર્થના કરી. ‘આજ સુધી કેમ શરણે ન થયા ?' એમ જનરલે પૂછ્યું ત્યારે નગરશેઠ નથુશાએ કહ્યું : “આજ સુધી સરસૂબાએ અમારું રક્ષણ કર્યું એટલે તેને નિમકહલાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org