________________
૧૯૦
રાજનગરનાં જિનાલયો
મહાજનપદ અને નગરશેઠ પદ જેવાં સ્થાનોએ પહોંચી શક્યા હતા. તેઓ ધંધાર્થે વણિકે હોવાથી વેપાર-વણજની આવડત પણ તેમનામાં જોવા મળે છે. આ ત્રણેય ગુણોનો ત્રિવેણી સંગમ એ એક વિરલ અને દુર્લભ કહી શકાય તેવી ઘટના છે.
માલતીબહેન શાહના અનુમાન પ્રમાણે તેમનો જન્મ સં. ૧૬૪૧-૪૬ આસપાસ (ઈ. સ. ૧૫૮૫-૯૦ આસપાસ) થયો હોવો જોઈએ.
ધંધાકીય દષ્ટિએ એક ઝવેરી તરીકે તેઓ બાદશાહ અકબર પછીના ચાર મોગલ બાદશાહો જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબ સાથે ઘનિષ્ઠ સંબંધો સ્થાપી શકયા હતાં. એક ઝવેરી તરીકે તો શાંતિદાસ પોતાના જીવનના અંત સુધી આ રાજવીઓ સાથે સંકળાયેલા રહ્યા જ છે, તેનાથી પણ આગળ વધીને તેઓ બાદશાહની વિશ્વાસુ વ્યક્તિ તરીકેનું સ્થાન મેળવી શક્યા છે. ઝવેરાતની બાબતમાં તો તેઓ બેગમોનાં જનાનખાના સુધી, તેમના અંગત સલાહકાર ઝવેરી તરીકે પહોંચી શક્યા. સાથે-સાથે જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબ–આ ચારેય મોગલ બાદશાહોને અવારનવાર રાજ્યાભિષેક જેવા સારા પ્રસંગોએ પ્રસંગોને અનુરૂપ ઉત્તમ ઝવેરાત પણ પહોંચાડતા રહ્યા.”
ઝવેરી તરીકે મોગલ બાદશાહના સંપર્કમાં આવેલ શ્રી શાંતિદાસ જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબ-ચારેય બાદશાહોનાં સ્વભાવ, મિજાજ અને તેમની રાજકીય નીતિને પારખી શક્યા અને કોની સાથે કેવી રીતે કામ લેવું તેની કોઠાસૂઝથી જ તેઓ ચારેય બાદશાહો પાસેથી પાલીતાણા-શત્રુંજય, ગિરનાર, આબુ, તારંગા, કેશરીનાથ અને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જેવાં જૈન તીર્થોના રક્ષણને લગતાં ફરમાનો મેળવી શક્યાં. તેમને મળેલ ફરમાનોમાં ઝવેરી તરીકેના તેમના રાજદરબારમાંના ઉન્નત સ્થાનનો નિર્દેશ કરે તેવા ફરમાનો પણ છે, તેમની સ્થાવર મિલકતની સુરક્ષા અંગે આદેશ આપતાં ફરમાનો પણ છે, તો યુદ્ધ સમયે ઔરંગઝેબને લોનરૂપે ધીરેલા પૈસા પાછા મેળવવાને લગતાં ફરમાનો પણ છે. કોઈ એક વ્યક્તિને ચાર ચાર બાદશાહો પાસેથી આટલી મોટી સંખ્યામાં ફરમાન મળ્યાં હોય તેવા દાખલા ઇતિહાસના પાને ખૂબ જૂજ જોવા મળે છે.”
- “મોગલ બાદશાહો પાસેથી વિવિધ બાબતોને લગતાં ફરમાનો મેળવવાની સાથે સાથે તેઓ અમદાવાદનું-પોતાના વતનનું-નગરશેઠ પદ અને મહાજનપદ મેળવીને તેને યોગ્ય રીતે નિભાવી પણ શક્યા. બાદશાહ ઔરંગઝેબ સં. ૧૭૧૪ (ઈ. સ. ૧૬૫૮)માં રાજગાદીએ આવ્યા ત્યારે અવ્યવસ્થા અને અંધાધૂંધીના સમયમાં તેઓએ પ્રજાજોગ શાંતિસંદેશ એક ફરમાનરૂપમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને અત્યંત વિશ્વાસુ વ્યક્તિ ગણીને, તેમને સંદેશાવાહક દૂત બનાવીને તેમના દ્વારા જ ગુજરાતની પ્રજાને મોકલાવે છે. એ હકીકત નોંધપાત્ર છે કે એક વખત જે બાદશાહ શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ દેરાસરને ભ્રષ્ટ કરે છે તે જ બાદશાહ
ઔરંગઝેબ તેમને જ શાંતિના સંદેશાવાહક દૂત બનાવે છે. ધર્મઝનૂની કહેવાતા બાદશાહનો વિશ્વાસ તેઓ સંપાદન કરી શક્યા હતા તેનો આ ફરમાન પુરાવો છે.”
સં. ૧૯૭૪ની સાલમાં (ઈ. સ. ૧૬૧૮) તેમણે પાલીતાણાનો સંઘ પૂરી વ્યવસ્થા, પૂરતો
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org