________________
૧૮૬
રાજનગરનાં જિનાલયો શેઠ શાંતિદાસ દોશી
(સં. ૧૭૨૦ આસપાસ) શેઠ શાંતિદાસ દોશી શેઠ મનિયાનો મોટો પુત્ર હતો. શેઠ શાંતિદાસ દોશીએ સં. ૧૭૨૦ના જીવલેણ દુકાળમાં દાનશાળાઓ તથા પરબો બનાવી ગરીબોને અનાજપાણી પૂરાં પાડ્યાં હતાં. ઘી, સાકર, ખાંડ, ગોળ જેવી ખાદ્ય સામગ્રી ઉપરાંત કપડાં, વાસણ તથા દવા વગેરે આપીને સૌને દુકાળનાં ભયથી મુક્ત કર્યા હતા.
શેઠ શાંતિદાસ દોશીએ હમીરપુર, તારંગા, નાદિયા, કુંભારિયા, રાણકપુર, ભીલડિયાજી, શંખેશ્વર વગેરે સાત તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કવિ બહાદુર દીપવિજયજી લખે છે કે
ગુજરાતિ શાંતિદાસ મનિયાના, અચલગઢે છે પ્રાસાદ વા ચૌદસે હે ચુમાલીશ મણ ધાતુની પ્રતિમા પૂરે આશ વા.”
સં. ૧૭૨૧માં આબુ તીર્થમાં અચલગઢમાં શ્રી ઋષભદેવનો નવો જિનપ્રાસાદ બંધાવી. ભટ્ટારક શ્રી વિજયરાસસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. ઉપરાંત, સં. ૧૭૨૫માં આબુ ઉપર પોતાના નામથી શ્રી શાંતિનાથનો જિનપ્રાસાદ બનાવ્યો. શ્રી શાંતિનાથ વગેરે તીર્થકરોની સ્ફટિક રત્નની ૧૧ જિનપ્રતિમાઓ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી.
મહોપાધ્યાય ભાવવિજયગણિ લખે છે કે, “દોશી શાંતિદાસે મોટાં મોટાં તીર્થોનાં છ'રી પાળતા ઘણા યાત્રા સંઘો કાઢ્યા હતા. એમ કહેવાય છે કે દોશી મનિયાએ ધર્મનાં કાર્યોમાં સાત લાખની રકમ વાપરી હતી, તો દોશી શાંતિદાસે તેથી પણ વધુ રકમ ધર્મનાં કાર્યોમાં વાપરી હતી.
આચાર્ય વિજયમાનસૂરિએ સં. ૧૭૩૧ના વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉપાધ્યાય પદે અમદાવાદના શ્રીમાળી શેઠ શાંતિદાસ મનિયાની વિનંતીથી ધર્મસંગ્રહ રચ્યો, જેનું શ્રુતકેવલીની ઝાંખી કરાવનાર મહો. શ્રી યશોવિજયજી મહારાજે સંશોધન તેમ જ સંયોજન કરેલ છે. ઉપરાંત, મહો, લાવણ્યવિજયજીએ પણ સંશોધન કરેલ છે.
દોશી સોમકરણ શેઠ શાંતિદાસ દોશી પછી અમદાવાદની વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ સોમકરણ બન્યા હતા. તે દોશી મનિયાનો બીજો પુત્ર હતો. તેનું બીજું નામ દોશી સોમચંદ પણ મળે છે. તે મોટે ભાગે ખંભાતમાં રહેતો હતો. અને અવારનવાર સુરત આવજા કરતો હતો.
કવિ બહાદુર પંડિત દીપવિજયજી ગણિ લખે છે : “સોમકરણ મનિયા રાજનગર તણા રે, રાજિયા-વજિયા સુજાણ, પાટ મહોત્સવ કીધો બહુ ભાવશુ રે, શ્રી રાજનગર માટે જાણજ્યો.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org